એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)માં ટકી રહેવા માટે એક્ટ્રેસ ફિટ રહેવા કેટલું જરૂરી છે આ વાતથી સૌ કોઇ વાકેફ છે. એવામાં સૌથી વધુ પરેશાની ત્યારે સામે આવે છે. જ્યાં પરિવારને વધારવાની જવાબદારી પણ તેનાં ખભે જ હોય છે. બોલિવૂડમાં એક બે નહીં પણ એવી એક્ટ્રેસ મિસાલ બની છએ જેઓએ પોતે આ સમયને એન્જોય કર્યો અને આ સમયમાં તેમનાં કામ પણ પૂર્ણ કર્યા અને ફિલ્મોમાં અહમ યોગદાન અદા કર્યું. આજે મધર્સ ડે પર તે એક્ટ્રેસ અંગે વાત કરીએ તો, લગ્ન બાદ તેનાં કરિઅરને ગુડબાય પણ ન કહ્યું કે ન તો પ્રેગ્નેન્સી દરમિયાન ફિલ્મોની શૂટિંગ બંધ કરી.
એક્ટ્રેસ, લેખિકા, ફિલ્મ નિર્દેશક, નૃત્યાંગનાથી રાજનેતા બનેલી હેમા માલિનીએ તેમનાં પ્રેગ્નેન્સીનાં અમનુભવ પર વાત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તે પહેલી વખત મા બનાવી તી તે સમયે તેઓએ કામ કર્યુ હતું આ સમયે તેણે ભર ઉનાળે ઉંટની સવારી કરી હતી. હેમા માલિનીએ જણાવ્યું કે તે, ફિલ્મ 'રઝિયા સુલ્તાન'ની શૂટિંગ સમયે તેનાં પહેલાં બાળકને જન્મ આપવાની હતી.
1984માં મિસ ઇન્ડિયા વિનર જૂહી ચાવલા વર્ષ 1995માં બિઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ નહોતું કર્યું તે જ્યારે પહેલી વખત ગર્ભવતી હતી ત્યારે તે આમદની અઠની.. ખર્ચા રુપૈયા.. નું શૂટિંગ કરતી હતી. જે બાદ બીજા બાળકનાં જન્મ સયે તેણે ઝન્કાર બીટ્સનું શૂટિંગ કર્યુ હતું. આ સમયે તે સાત મહિનાની ગર્ભવતી હતી.