મોનાલિસા ઉર્ફ અંતરા બિસ્વાસે ખુલાસો કર્યો છે કે તેને જે પ્રોજેક્ટ મળી રહ્યા છે, તે ક્ષેત્રીય સિનેમામાં તેની લોકપ્રિયતાનું કારણ છે. તે રિયાલિટી શો બિગ બોસ 10ની હંમેશા આભારી છે જેને તેણીને પેન ઈન્ડિયા સ્ટાર બનાવી છે. જોકે, તેની સફર સરળ નથી રહી. જી હાં, તેણીએ સમયાંતરે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ફોટોઃ @aslimonalisa
બોલિવૂડ વિશે વાત કરતાં બોજપુરી એક્ટ્રેસે કહ્યુ કે, તેને સાચી તક નથી મળી. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મોનાલિસાએ ખુલાસો કર્યો છે કે તેણી હંમેશા એક અભિનેત્રી બનવાનું વિચારતી હતી અને તેણે ફક્ત બોલિવૂડમાં તક શોધવાનું શરુ કરી દીધુ હતું. જોકે, તેને ક્યારેય તે તક ના મળી જે તેણી ઈચ્છતી હતી. ફોટોઃ @aslimonalisa
અભિનેત્રીએ કહ્યુ, 'મને કેમેરા સામે રહવુ પસંદ છે અને હું હંમેશા એક કલાકાર બનવા ઈચ્છતી હતી. તેથી જ્યારે મેં શરુઆત કરી, તો મેં બોલિવૂડમાં પોતાની કિસ્મત અજમાવી હતી. પરંતુ, મને તેવી તક નહતી મળી.' હિન્દી ફિલ્મોમાં આઈટમ ગર્લ બનીને વધારે આવતી પરંતુ ક્યારેય તેને કોઈ મોટો રોલ ઓફર નથી થયો. ફોટોઃ @aslimonalisa
મોનાલિસાએ આગળ ખુલાસો કર્યો કે જ્યારે બી-ટાઉનમાં તેને ઠીક કામ ના મળ્યુ તો તેણીએ ભોજપુરોી ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યુ અને ત્યારબાદ તેણીએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. હવે તેને જે કામ મળી રહ્યુ છે, તેના વિશે વાત કરતા તેણીએ કહ્યુ કે, 'તે જે એક બેકગ્રાઉન્ડ મળ્યુ, ક્યાંકને ક્યાંક મને તેમના કારણે આ મોકો મળ્યો છે.' ફોટોઃ @aslimonalisa
અભિનેત્રી કહે છે કે, 'આ બધું હું કરી ચુકી છુ પરંતુ લોકોએ ઓળખી નહીં. તે સમયે સોશિયલ મીડિયાનો જમાનો એટલો નહતો. અમે તસવીરો લઈને જઈએ છીએ ઓફિસ અને તેઓ પુછે છે તો અમારે જણાવવું પડે છે કે અમે શું કર્યુ છે. આજકાલ તે જમાનો છે કે તમે સોશિયલ મીડિયા પર જોઈ લો બધું ખબર પડી જાય છે, કેવી દેખાય છે, ડાન્સ, એક્ટિંગ, તમામ વસ્તુ દેખાડે છે. જે પ્લસ પોઈન્ટ છે જે અમારા ટાઈમ પર નહતું.' ફોટોઃ @aslimonalisa
જણાવી દઈએ કે, મોનાલિસા આજે જે મુકામ પર છે, અહીં આવવા માટે તેને ઘણા કઠિન સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યુ છે. તેની લાઈફમાં એક સમય એવો પણ હતો જ્યારે તે કોલકાત્તામાં રહીને જ ત્યાંની હોટેલમાં નોકરી કરવા લાગી. તે સમયે તેની ઉંમર ફક્ત 15 વર્ષની હતી અને તેને 120 રુપિયા પ્રતિદિન પગાર આપવામાં આવતો હતો. ફોટોઃ @aslimonalisa