એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુજરાતી ફિલ્મો રેવા અને થઇ જશેથી દરેક ગુજરાતી જેને ઓળખતો થઇ ગયો તે મોનલ ગજ્જર. તેલુગુ બિગબોસની સ્પર્ધક છે. તે શોમાં જીતની દાવેદાર પણ છે. સૌ કોઇ તેની રિફ્રેશિંગ સ્માઇલ અને એવરગ્રીન અંદાજ પર ફિદા છે. 80 દિવસથી તે તેલુગુ બિગ બોસનાં ઘરમાં છે અને દર અઠવાડિયે સેફ થઇ રહી છે. એટલું જ નહીં હવે શો પૂર્ણ થવાને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે તે ટોપ 4 સ્પર્ધકોમાં પણ શામેલ થઇ ગઇ છે. આ સાથે જ તે શો જીતવા માટે પણ દાવેદાર છે. (PHOTO: Instagram)