ચંદિગઢની હરનાઝ સંધૂ (Harnaaz Sandhu)એ મિસ યૂનિવર્સ (Miss Universe 2021)નો તાજ જીત્યા બાદ હવે સૌની નજર મિસ વર્લ્ડ 2021 (Miss World 2021 Event) તરફ છે. ભારત માટે પણ આ પ્રતિયોગિતા ખાસ છે. મિસ વર્લ્ડ 2021ના વિનરના નામ પરથી થોડા જ સમયમાં પડદો ઉઠશે અને વિશ્વને નવી મિસ વર્લ્ડ મળશે. તમામ ભારતીયો હાલ માનસા વારાણસી (Manasa Varanasi)ની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ મિસ વર્લ્ડ ઈવેન્ટમાં માનસા વારાણસીની ટક્કર અન્ય દેશોની સુંદરીઓ સાથે થશે. તો ચાલો જાણીએ મિસ વર્લ્ડ 2021 ઇવેન્ટની તમામ સ્પર્ધકો (Miss World 2021 Contestants) વિશે, જેમણે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીત્યા છે. એટલું નહીં તેઓ જ માનસા વારાણસીને પણ ટક્કર આપવા જઈ રહી છે.