એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મિસ યૂનિવર્સ ઓસ્ટ્રેલિયા 2020 મારિયા થટ્ટિલ (Maria Thattil) હાલમાં ચર્ચામાં છે. કારણ છે, તેને શેર કરેલાં મેસેજીસનાં કેટલાંક સ્ક્રીનશોટ, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. આ એક યુવકોનું ચેટ ગ્રુપ હતું જેનાં મેસેજીસ શેર કરી મારિયા થટ્ટિલે નારાજગી જાહેર કરી છે. કારણ કે આ ગ્રુપમાં મહિલાઓ માટે ન ફક્ત ખુબજ ગંદી ભાષાનો ઉપયોગ થતો હતો પણ મહિલાઓ વિરુદ્ધ પુરુષોની સોચ પણ ઉજાગર થતી હતી. (PHOTO: @mariathattil)