એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મિયા ખલીફા (Mia Khalifa) મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ખલીફાએ પાર્ટ-ટાઇમ મોડલ અને બારટેન્ડર તરીકે શરૂઆત કરી હતી. જ્યારે મોડલ તેના અંગત જીવનમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે કારણ કે તે એક એડલ્ટ સ્ટાર છે. પણ આજે આપણે તેનાં પર્સનલ વ્હીલ્સ કલેક્શન પર વાત કરીશું. તે ગાડીઓની ખુબ મોટી શોખીન છે. અને તેનું ઓટોમોબાઈલ કલેક્શન (Mia Khalifa automobile collection) તેની સાબિતી છે. મિયા ખલીફા કેટલીક સૌથી મોંઘી કાર્સની (Mia Khalifa Car Collection) માલિકી ધરાવે છે, અહીં આપણે તેના કાર કલેક્શન પર એક નજર કરીએ, જેની કુલ સંપત્તિ 4 મિલિયન ડોલર અથવા રૂ. 31 કરોડ છે.
<br />Jeep Wrangler- આ કારની કિંમત આશરે 31,000 ડોલર અથવા રૂ. 24,051,81 છે. જીપ રેંગલરમાં 2.0-લિટરનું L4 સિલિન્ડર એન્જિન છે, જે 268 હોર્સપાવર અને 400 પાઉન્ડ-ફીટ ટોર્ક ઉત્પન્ન કરે છે અને તે 12.1 કિલોમીટર પ્રતિ ગેલનની માઈલેજ પ્રદાન કરે છે. આ ઑફ-રોડરની ટોપ સ્પીડ 180 kmph અને 0-100ની સ્પીડ 7.6 સેકન્ડમાં મેળવે છે.
Ferrari F12 Berlinetta- આ કારની કિંમત 319,995 ડોલર અથવા રૂ. 2,48,27,292 હોવાનો અંદાજ છે, જે તેની માલિકીના સૌથી મોંઘી કાર છે. આ કન્વર્ટિબલ સુપરકારમાં 6.2-લિટર સુપરચાર્જ્ડ V12 એન્જિન છે, જે 730 હોર્સપાવર અને 690 પાઉન્ડ-ફીટ ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 9.0 કિલોમીટર પ્રતિ ગેલનની માઈલેજ આપે છે. આ ફરારીની પીક સ્પીડ 340 mph અને 0-100 કિમીની સ્પીડ 3.0 સેકન્ડમાં પકડી લે છે.