આ વર્ષ પૂર્ણ થવાને હવે બે મહિના બાકી છે ત્યારે બોલિવૂડમાં ત્રણ સેલિબ્રિટીઝનાં લગ્નની વાતો ચાલી રહી છે. જેમાં બે તો કન્ફર્મ છે કે તેઓ આ વર્ષનાં અંતમાં જ લગ્ન કરી રહ્યાં છે જ્યારે ત્રીજી જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની છે જેમનાં પણ લગ્નની વાતો હાલમાં ચાલી રહી છે. તો આ પહેલાં સોનમ કપૂર અને આનંદ આહુજાનાં લગ્ન આ વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતાં.
વાતો છે કે રણબીર કપૂરનાં પિતા રિશિ કપૂરની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ પણ આ વર્ષનાં અંત સુધીમાં લગ્ન કરી લે તેમ છે. તેમનાં લગ્નની તારીખોને લઇને પણ ચર્ચાઓ થઇ રહી છે. ઓગષ્ટ મહિનામાં જ રણબીરે કહ્યું હતું કે, તે લગ્ન અંગે કોઇ જ પ્રકારની ઉતાવળ કરવા માંગતો નથી. રણબીરે કહ્યું હતું કે, 'લગ્ન એક એવી બાબત છે જે આપમેળે થઇ જાય છે.'
કપૂર પરિવારનાં એક નિકટના વ્યક્તિ સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે,' તે (આલિયા) ઘરમાં સૌને પસંદ છે ફક્ત એટલું જ નહીં રણબીર- આલિયા એકબીજાને પ્રેમ કરે છે. રણબીરનાં માતા-પિતા તેની બહેન અને બાકી સૌ કોઇ તેનાં વખાણ કરતાં થાકતા નથી. રણબીરનાં મનમાં જો લગ્નનો વિચાર હશે તો તેનાં ઘરવાળા તુરંત જ તે માટે હામી ભરી દેશે. '