બોલિવૂડના લવ બર્ડ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડીને ફેન્સ ઓન સ્ક્રીન તો પસંદ કરે જ છે સાથે ઓફસક્રીન પણ એટલી જ પસંદ કરે છે. ગત થોડા દિવસથી તેમના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. પિંકવિલામાં છપાયેલ રિપોર્ટ પ્રમાણે બંન્નેના પરિવારે મળીને તેમના લગ્નની તારીખ નક્કી કરી દીધી છે. તેમણે આ વર્ષના અંત સુધી ચાર તારીખ ફાઈનલ કરી છે જેમાંથી એક પર તેઓ લગ્ન કરશે.