મમતા મોહનદાસે અગાઉ થોડા સમય પહેલા તેના વિશેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. મમતા દરિયા કિનારાના સુંદર લોકેશન પર પોતાની રીતે પોતાનું જીવન જીવી રહી છે, જેની તે પણ હકદાર છે. પણ હવે તેણે પોતાની એક ગંભીર બીમારીની જાહેરાત પણ ઇન્સ્ટાગ્રામ પર જ કરી દીધી છે. (Photo Source- Mamta Mohandas Instagram)
કેન્સર સામેની લડાઈ જીત્યા બાદ થોડા સમય માટે તો મમતાનું જીવન ખૂબ જ ખુશનુમા બની ગયું, જ્યારે તેણે ડિસેમ્બર 2011માં બહેરીન સ્થિત બિઝનેસમેન પ્રજિત પદ્મનાભન સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. 2013માં જ બંનેએ છૂટાછેડા લીધા હતા અને મમતાના જીવનમાં ફરી વાવાઝોડું આવ્યું હતું. (Photo Source- Mamta Mohandas Instagram)
ત્યાર બાદ સમાચારો આવ્યા હતા કે અભિનેત્રી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. અભિનેત્રીને 2006માં તેલુગુમાં શ્રેષ્ઠ મહિલા પ્લેબેક અને 2010માં મલયાલમમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. મમતા મોહનદાસને 2010 માં કેરળ તરફથી બીજી શ્રેષ્ઠ અભિનેત્રી માટે કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. (Photo Source- Mamta Mohandas Instagram)
તેણે ઇનસ્ટા પર એક પોસ્ટમાં જણાવ્યુ હતું કે તેણે એક ક્રોનિક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે જેના કારણે તે ત્વચાનો રંગ ગુમાવે છે. વિટીલીગોને કોઢ સાથે પણ સરખાવી શકાય. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. અભિનેત્રીએ હેશટેગ્સ સાથે બે ચિત્રો શેર કર્યા - ઓટો ઇમ્યુન ડિસીઝ, વિટીલિગો , પ્રવાસને સ્વીકારો અને પોતાને સાજા કરો, આવા હેશતેગ તેણીએ નાખ્યા હતા કારણ કે તેણીએ તેણીના સ્વાસ્થ્ય અપડેટને જાહેર કર્યું.