નવી દિલ્હી. 90ના દાયકાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીનું જીવન કરુણાંતિકાઓથી ભરેલું રહ્યું છે. 1992માં આવેલી ફિલ્મ 'તિરંગા'થી પોતાના અભિનયની શરૂઆત કરનાર મમતા કુલકર્ણી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી, ત્યારબાદ 1993માં તેણે એક લીડિંગ મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું, જે મેગેઝીનના કવર પેજ પર પણ ચમક્યું હતું અને આ ફોટોશૂટે તેને વધુ લોકપ્રિય બનાવી દીધી હતી.
મમતાને ત્યાર પછી વધુને વધુ ફિલ્મો મળવા લાગી હતી. તેણીએ 'ચાઈના ગેટ', 'કરણ અર્જુન', 'વક્ત હમારા હૈ' અને 'ક્રાંતિવીર' જેવી ફિલ્મો સાથે મોટા પડદા પર ધમાલ મચાવી હતી, જો કે તેણે ફિલ્મ 'કભી તુમ કભી હમ' રિલીઝ થયા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.. દુબઈમાં વિકી ગોસ્વામી સાથે ગુમનામ જિંદગી જીવવા માટે તે જતી રહી હતી. (ફોટો સૌજન્ય: Instagram @mamtakulkarni201972_official)
વિક્રમ વિરૂદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ ડીલિંગના કેસ થયા હતા અને 2016માં કેન્યામાં કપલની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પછી, મમતા કુલકર્ણી 16 વર્ષમાં પ્રથમ વખત જાહેરમાં દેખાઈ હતી. બાદમાં તેણે દાવો કર્યો હતો કે તે એક આધ્યાત્મિક વ્યક્તિ છે જેણે તેની જીવનની બધી ઇચ્છાઓને મારી નાખી છે. (ફોટો સૌજન્ય: Instagram @mamtakulkarni201972_official)
ન્યૂઝ પોર્ટલ કોઈમોઈએ એબીપી ન્યૂઝ સાથે મમતાની વાતચીત પ્રકાશિત કરી હતી, જેમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેણીને 2010 માં જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ત્યારથી તે આધ્યાત્મિકતામાં ડૂબી ગઈ હતી. તેણે આગળ કહ્યું હતું કે, 'મેં હજુ સુધી વિકી સાથે લગ્ન કર્યા નથી અને જ્યારે તમે 12 વર્ષ સુધી એકાંતમાં તપશ્ચર્યા કરો છો, ત્યારે તમને તે ગમતું નથી, પછી ભલે કોઈ પુરુષ તમને સ્પર્શે. શું તમે જાણો છો કે તમે અંદરથી કેટલા શુદ્ધ બનો છો? તમે ઈચ્છતા પણ નથી કે કોઈ પુરુષ તમને સ્પર્શે. (ફોટો સૌજન્ય: Instagram @mamtakulkarni201972_official)
મમતાએ એમ પણ કહ્યું હતું કે, 'હું વિકી સાથે શારીરિક સંબંધમાં નથી, અમે ફક્ત એકબીજા સાથે સારા સંબંધમાં છીએ. જ્યાં સુધી ડ્રગ્સની વાત છે, હું ડ્રગ્સને નફરત કરું છું. જો મેં મારામાં રહેલી તમામ ખામીઓનો નાશ કર્યો હોય, તો શું નશો મને જીવનમાં કંઈક ખોટું કરવા તરફ દોરી જશે?' તમને જણાવી દઈએ કે, મમતા છેલ્લા 21 વર્ષથી સ્ક્રીન પરથી ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે કેન્યામાં રહે છે. મમતાએ ભારતીય મૂળના બિઝનેસમેન ઉરુ પટેલ સાથે ત્યાં પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી છે. (ફોટો સૌજન્ય: Instagram @mamtakulkarni201972_official)