એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મલાઇકા અરોરા (Malaika Arora) ઇન્ડસ્ટ્રીમાં તેની ફિલ્મોથી વધુ તેની ફિટનેસ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. એક્ટ્રેસ તેની ગ્લેમરસ અદાઓથી દર્શકોનાં દિલ પર રાજ કરે છે. પછી તે વેસ્ટર્ન આઉટફિટ હોય કે ટ્રેડિશનલ મલાઇકા (Malaika Arora Photos) દરેક લૂકમાં તે સુંદર જ લાગે છે. તેની આ સુંદરતાની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાલો નજર કરીએ ડિવાની આ સુંદર તસવીરો પર. (Photo- Instagram/@malaikaaroraofficial)
મલાઇકા અરોરા (Malaika Arora)એ આ સાડી કપિલ શર્માનાં શો પર પહોંચી તે સમેય પહેરી હતી. જેની તસવીરો તેણે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. એટલું જ નહીં આ તસવીરો શેર કરતાં તેણે ઘણાં બધા લોકોને ટેગ કર્યા છે જે પરથી માલૂમ થાય છે કેઆ સાડી મનિષ મલ્હોત્રાનાં ડિઝાઇનર કલેક્શનની છે. (Photo- Instagram/@malaikaaroraofficial)