ઝ એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કેટરીના કૈફ (Katrina Kaif), વિક્કી કૌશલ (Vicky Kaushal) અને આલિયા ભટ્ટ (Alia Bhatt), રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્ન બાદ હવે વધુ એક બોલિવૂડ કપલ લગ્ન માટે તૈયાર છે. ફેન્સની ફેવરિટ જોડી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા (Arjun Kapoor and Malaika Arora) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. મલાઈકા અને અર્જુન એકબીજાને ડેટ કરતાં હોવાને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હવે આ કપલ પોતાના રિલેશનને નામ આપવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને મલાઈકા 2022ના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.
મલાઈકા અને અર્જુનના લગ્નના સમાચાર પહેલા તેમના બ્રેકઅપના સમાચાર પણ ઘણી વખત સામે આવી ચૂક્યા છે. પરંતુ જ્યારે પણ લોકોએ તેમના સંબંધો પર સવાલ ઉઠાવ્યા, ત્યારે અર્જુન દ્વારા સોશિયલ મીડિયા પર જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. મલાઈકાનો અકસ્માત થયો ત્યારે અર્જુન કપૂર પણ તેને ઘરે મળવા ગયો હતો.ઘણા પ્રસંગોએ મલાઈકા માટે અર્જુનનો પ્રોટેક્ટિવ સ્વભાવ સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર પહેલીવાર લગ્ન કરવા જઇ રહ્યા છે, જ્યારે મલાઇકા અરોરાના આ બીજા લગ્ન છે. અર્જુન પહેલા મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 2017માં પોતાના 18 વર્ષ લાંબા લગ્નજીવનનો અંત લાવીને બધાને ચોંકાવી દીધા હતા. અરબાઝ અને મલાઈકા બંનેને અરહાન નામનો એક પુત્ર છે.
અર્જુન અને મલાઈકા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અર્જુને 2019માં સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર તેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી. મલાઈકાએ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર, પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. તેણે 20 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું અને ફિલ્મ દિલ સેના છૈયા-છૈયા ગીતથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી.