મુંબઇ: મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેનો પ્રેમ જગજાહેર છે, તેઓ સમયાંતરે એકબીજા સાથે જોવા મળે છે. તાજેતરમાં જ મલાઈકા અને અર્જુનના લગ્નની તૈયારીની વાત પણ સામે આવી હતી. પરંતુ હજુ સુધી બંનેના લગ્ન થયા નથી. તેમના લગ્ન ન થવા પાછળ કેટલાક લોકો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. Bollywoodlifeના અહેવાલમાં મલાઈકા અને અર્જુનના લગ્ન ન થવા પાછળ 5 લોકોને જવાબદાર ગણવામાં આવ્યા છે. આ પાંચ લોકોમાં બોલિવૂડના ટોચના કલાકારોના નામ પણ સામેલ છે.
અહી ઉલ્લેખનીય છે કે, પોતાની પર્સનલ લાઇફ માટે હંમેશા હેડલાઇન્સમાં રહેતો અર્જુન હાલ દુનિયાના સૌથી રોમેન્ટિક શહેર પેરિસમાં મલાઇકા સાથે વેકેશન મનાવી રહ્યો છે. મલાઈકા અને અર્જુન બંનેની ઉંમરમાં ઘણો ફરક છે. મલાઇકાના લગ્ન થઈ ચૂક્યા હતા. જેથી આ કપલને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમને ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ મલાઇકા અને અર્જુન બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજે છે. તેમની ગણતરી બોલિવૂડના પાવર કપલ્સમાં થાય છે.