Mahie Gill joined BJP : બોલિવૂડમાં ઘણા એવા અભિનેતા-અભિનેત્રીઓ છે, જેમણે કેમેરા સાથે પોતાની ઇનિંગ ચાલુ રાખતા રાજકારણની સફર શરૂ કરી. કેટલાક તેમાં સફળ રહ્યા અને તેમને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. હાલમાં જ 'દેવ ડી' ફેમ અભિનેત્રી માહી ગિલે (Mahie Gill) ભાજપમાં જોડાઈને પંજાબના રાજકારણનો પારો ઊંચક્યો છે. હાલમાં જ તેઓ ચંડીગઢમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
લીડર બની ગયેલી માહી ગિલે તાજેતરમાં કહ્યું હતું કે, છેલ્લા ચાર-પાંચ વર્ષથી હું કંઈક કરવાનું વિચારી રહી હતી. મને એક એવું પ્લેટફોર્મ જોઈતું હતું, જ્યાં હું મહિલાઓને મદદ કરી શકું અને સશક્તિકરણ કરી શકું. હું ભાગ્યશાળી છું કે, મારો જન્મ એવા ઘરમાં થયો છે જ્યાં લિંગ ભેદભાવ ન હતો, પરંતુ અહીં સ્ત્રી ભ્રૂણ હત્યા સામાન્ય છે.