તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) હાલના દિવસોમાં પોતાના નેગેટીવ નિવેદનને કારણે ચર્ચામાં છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, મહેશ દક્ષિણ ભારતના સૌથી મોંઘા સ્ટાર્સની યાદીમાં સામેલ છે. વર્ષ 1983માં એક્ટિંગની દુનિયામાં પ્રવેશેલા મહેશ બાબુ આજે કરોડોની સંપત્તિના માલિક છે અને તેઓ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. (ફોટો સૌજન્ય ઇન્સ્ટાગ્રામ @urstrulymahesh)
મહેશ બાબુએ છ વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા. મહેશની ફિલ્મ 'પોરાતમ', 'રાજા કુમારુદુ', 'મુરારી' (2001), 'બોબી' (2002), 'ઓક્કાડુ' (2003), 'અર્જુન' (2004), 'પોકિરી' (2006), 'બિઝનેસમેન' (2012), 'આગાદુ' (2014), 'બ્રહ્મોત્સવમ' (2016), સ્પાઈડર, ભારત અને નેનુ, મહર્ષિ, સરીલેરુ નીકેવરુ, સહિત અનેક ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. (ફોટો સૌજન્ય ઇન્સ્ટાગ્રામ @urstrulymahesh)
મહેશ બાબુએ ફેબ્રુઆરી 2005માં મિસ ઈન્ડિયા અને બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2000માં ફિલ્મ 'વંશી'ના સેટ પર થઈ હતી. મહેશ સાથે પરણેલી નમ્રતાએ લગ્ન બાદ ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી. તમને જણાવી દઈએ કે, આ કપલને બે બાળકો છે, એક પુત્ર ગૌતમ અને પુત્રી સિતારા. મહેશ તેની પત્ની અને બાળકો સાથે હૈદરાબાદમાં રહે છે. (ફોટો સૌજન્ય ઇન્સ્ટાગ્રામ @urstrulymahesh)
તમને જણાવી દઈએ કે, મહેશ બાબુને ખૂબ જ લક્ઝરી લાઈફ જીવવી ગમે છે. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં બનેલા તેમના આલીશાન બંગલાની કિંમત લગભગ 30 કરોડ છે. આ સિવાય તેણે બેંગ્લોરમાં પણ એક ઘર ખરીદ્યું છે, જેની કિંમત કરોડોમાં છે. આ ઘરોમાં જિમ, સ્વિમિંગ પૂલ, મિની થિયેટર સહિતની તમામ સુવિધાઓ છે. (ફોટો સૌજન્ય ઇન્સ્ટાગ્રામ @urstrulymahesh)