મુંબઈઃ નાના પડદાની જાણીતી અભિનેત્રી સોનારિકા ભદોરિયા (Sonarika Bhadoria) અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના બોલ્ડ અવતાર માટે તો ક્યારેક ટ્રોલ્સને જવાબ આપવા માટે. પરંતુ, દેવોં કે દેવ મહાદેવ (Devon Ke Dev...Mahadev) ફેમ સોનારિકા ભદોરિયા આ વખતે એક અલગ જ કારણસર ચર્ચામાં આવી છે. સોનારિકાએ એક સીરિયલ પર આરોપ લગાવ્યો છે કે, મેકર્સે તેના 70 લાખ રૂપિયા 3 વર્ષથી અટકાવી રાખ્યા છે. આ શો માટે કામ કરવા માટે તેને હજુ સુધી ફી મળી નથી. માત્ર તે જ નહીં, શો સાથે સંકળાયેલી અન્ય કાસ્ટ અને ક્રૂને પણ ચૂકવણી કરવામાં આવી નથી. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @bsonarika)