Lock Upp: મોડલ અને કોન્ટ્રોવર્સી ક્વીન, પૂનમ પાંડે (Poonam Pandey) હાલના દિવસોમાં કંગના રનૌત (Kangna Ranaut) ના શો લોક અપ (Lock Upp) માં કેદ છે. પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેનારી પૂનમ ભૂતકાળમાં તેના પતિ સેમ બોમ્બે સાથેના ઝઘડાઓને કારણે ચર્ચામાં રહી હતી. તાજેતરમાં જ તેણે શોમાં જણાવ્યું કે, કેવી રીતે તેનો પતિ દારૂ પીને સવારથી સાંજ સુધી તેને મારતો હતો.
પૂનમ પાંડે અને કરણવીર બોહરા લોકઅપમાં વાત કરતા જોવા મળે છે, કરણવીર પૂનમને પૂછે છે કે શું તે ખરેખર સેમ બોમ્બેને પ્રેમ કરે છે? આ સવાલનો જવાબ આપતા મોડલે કહ્યું કે હા, મેં કર્યો અને હું તેને અત્યારે નફરત નથી કરતી, પણ હા હવે હું તેને પસંદ પણ નથી કરતી. તેમની સાથે આવું કંઈ થાય એવું કોઈ ઈચ્છતું નથી. પૂનમે કહ્યું કોને માર ખાવો ગમે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @viralbhayani)
તેણે આગળ સેમ બોમ્બે દ્વારા કરવામાં આવેલા અત્યાચાર વિશે વાત કરી. પૂનમે કહ્યું કે, તે મને તેની ઈચ્છા મુજબ જીવવા માટે દબાણ કરતો હતો. જ્યારે હું તેની કહેતી કે મારે થોડો સમય એકલા વિતાવવો છે અને તાજી હવા લેવા માટે ટેરેસ પર જવું છે, ત્યારે પણ તે મને જવા દેતો ન હતો. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @viralbhyani)