Lock Upp : લોક અપ એક રિયાલિટી શો (Lock upp Show) છે જેમાં સેલિબ્રિટી સ્પર્ધકો 72 દિવસ માટે 'ક્વીન' કંગના રનૌતની જેલમાં બંધ છે. આ શો બે અઠવાડિયા કરતાં વધુ સમયથી ચાલી રહ્યો છે. આ રમત દરરોજ રસપ્રદ બની રહી છે. જેલમાં લોકોના પોત-પોતાના મંતવ્યો હોય છે, જેના કારણે દલીલો અને ઝઘડા થાય છે. લોક-અપમાં રહેતા આ સેલિબ્રિટીઓએ કેદી તરીકે રહેવા માટે તગડી રકમ લીધી હતી. દર અઠવાડિયાની આ લોકોની ફી જાણીને તમને પણ નવાઈ લાગશે. રિપોર્ટ્સ અનુસાર, કંગના રનૌત (kangana ranaut) પોતે આ શો માટે 1 કરોડ રૂપિયા ચાર્જ લઈ રહી છે.
કરણવીર બોહરા (karanvir bohra) શોના સૌથી ચર્ચિત સ્પર્ધકોમાંથી એક છે. હાલમાં જ તે પત્ની તીજય સંધુ સાથેના લગ્નનો ઉલ્લેખ કરતી વખતે ભાવુક થતો જોવા મળ્યો હતો. તેણે શેર કર્યું કે, કેવી રીતે તેણે અને તેની પત્નીએ તેમની પુત્રી, જિયા પહેલાં એક બાળક ગુમાવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, કરણવીર બોહરા દર અઠવાડિયે 4 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
શોની સૌથી વિવાદાસ્પદ કેદીઓમાંની એક, પૂનમ પાંડે (Poonam Pandey) એ તાજેતરમાં તેના માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલાસો કર્યો. તેણીએ લોકોને તેના પતિ સેમ બોમ્બે દ્વારા કરવામાં આવેલા અત્યાચાર વિશે કહીને દંગ કરી દીધા હતા. તે કંગનાની જેલમાં સૌથી બોલ્ડ અને સિઝલિંગ કેદી છે. પૂનમ પાંડે લોકઅપમાં રહેવા માટે એક અઠવાડિયા માટે 2 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
કંગનાની જેલની સૌથી નાની વયની કેદી અંજલિ અરોરા (Anjali arora) સોશિયલ મીડિયા પ્રભાવક છે. સોશિયલ મીડિયા પર લોકો તેના દિવાના છે. લગભગ 1 કરોડ લોકો તેને ફોલો કરે છે. કંગનાએ હાલમાં જ તેને પૂછ્યું કે, લોકો તેને આટલા ફોલો કેમ કરે છે. રિપોર્ટ્સ અનુસાર, અંજલીને એક અઠવાડિયા માટે 2.5 થી 3 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યો છે.