એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન અત્યારે પ્રેગનેન્ટ છે. એ જલ્દી જ સૈફ અલી ખાનના બીજા બાળકની માં બનવાની છે. તો હાલમાં સોશ્યલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં કરીનાના ઘરે એક નાનું મહેમાન નજર આવી રહ્યું છે. તૈમુર આ બાળકીને પોતાના ખોળામાં રાખી છે. એ આ નાની બાળકી સાથે રમી રહ્યો છે અને ઘણો ખુશ પણ લાગી રહ્યો છે. (PHOTO:Instagram)
વાત એવી છે કે કરીનાના ઘરે આવેલી આ નાનકડી મહેમાન કોણ છે.. તો આપને જણાવી દઇએ કે, આ દીકરી કરીનાની પર્સનલ આસીસ્ટન્ટ પૂનમ દમાનિયાની છે. કરીનાએ હાલમાં જ પોતાના ઘરે દિવાળીની ઉજવણી ગોઠવી હતી. એમાં એમણે પૂનમને પણ આમંત્રણ આપ્યું હતું. પૂનમ થોડા સમય પહેલા જ માં બની છે. એની દીકરીનું નામ સિયા છે. (PHOTO:Instagram)