એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ લિઝા હેડન (Lisa Haydon) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. સોસિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં એક્ટ્રેસ ત્રીજી વખત પ્રેગ્નેન્ટ (Lisa Haydon Third Child) છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેણે ઇમોશનલ પોસ્ટ (Lisa Haydon wrote a emotional post) લખી છે હાલમાં લીઝાની આ પોસ્ટ ચર્ચામાં છે. તેણે જે તસવીર શેર કરી છે તેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવે છે. સાથે જ તેણે તેનો દીકરો ઉચકેલો છે. તસવીરમ શેર કરતાં તેણએ જે લખ્યું છે તે દરેક માને સ્પર્ષી જાય તેવું છે.
આ ફોટમાં લીઝા હેડન દરિયા કિનારે લહેરોની વચ્ચે ઓરેન્જ રંગની બિકિનીમાં નજર આવી રહી છે. માથે હેટ લગાવી છે અને તે તેનાં દીકરાને જોતી નજર આવે છે. લીઝા હેડનનો આ પોઝ અને અંદાજ કમાલનો છે. ફેન્સ તેનાં ફોટા પર ખુબ બધી લાઇક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે. સાથે જ તેને ત્રીજી વખત માતા બનવાની શુભકામનાઓ આપી રહ્યાં છે.
તો લીઝાએ આ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'મધર્સ જે આવનારા બાળક અંગે થોડી નર્વસ છે. ખાસ કરીને હજું જેમનાં ખોળામાં એક બાળક પહેલેથી છે અને બીજુ આવવાનું છે. મને મારા મોટા બેબીની ચિંતા છે. તે શું અનુભવશે.. અને કેવી રીતે પોતાને જાહેર કરશે. જ્યારે તે હજુ બોલતા શીખે છે. દીકરા અમે તેને ખુબજ પ્રેમ કરીએ છીએ એ જાણતા જ કે તારી બહેન 10 અઠવાડિયામાં આવવાની છે. '
લીઝાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, 'મહીનાઓ સુધી ચાલેલાં લોકડાઉન બાદ હવે હોન્ગ કોન્ગનો બીચ ખૂલી ગયો છે. તે પહેલાં કરતાં વધુ જાદુઇ અને સાફ થઇ ગયો છે. અહીં આવવા માટે મારા ફેવરેટ મહિનો હમેશાંથી એપ્રીલ રહ્યો છે. આ સમયે પાણી સારુ હોય છે. તડકો પણ એટલો નથી વાગતો અને બીચ પર ભીડ પણ ઓછી હોય છે. આ વખતે અમે અહીં લિયોના (LEO) સાથે છીએ. તેને પાણી ખુબ પસંદ છે. આશા રાખુ કે તે જલ્દી જ તરતા શીખવા લાગે.'
આપને જણાવી દઇએ કે લીઝા ત્રીજી વખત માતા બનવાની છે. થોડા દિવસ હેલાં જ એક્ટ્રેસે પોસ્ટ જાહેર કરીને તેની પ્રેગ્નેન્સીની ન્યૂઝ આપી હતી. કે તે આવનારા જૂન મહિનામાં એક દીકરીને જન્મ આપવાની છે.