Bollywood Interesting Story: આજકાલની ભાગદોડ ભરી લાઈફ અને સ્ટ્રેસ (Life and stress) લોકોને માનસિક બિમારી (Mental illness)ના ભરડામાં લઈ રહ્યો છે. વધતી અદેખાઈ અને ઘટતા અંગત સંબંધોને કારણે વ્યક્તિ ખૂલીને પોતાની વાત કહી શકતો નથી. જેને કારણે લાંબા ગાળે વ્યક્તિ માનસિક બિમારીમાં સપડાઈ જાય છે. માનસિક બિમારીને ફેમ સાથે કોઈ લેવા દેવા નથી, એ વાત સાબિત થઈ શકે છે. કેમ કે, ઘણા બધા સેલિબ્રીટીઝ માનસિક બિમારીથી પિડાઈ રહ્યા હોવાની અથવા ભૂતકાળમાં પિડાઈ ચુક્યા હોવાની વાત સ્વીકારી ચુક્યા છે. દીપિકા પાદુકોણ (deepika padukone)થી લઈને આલિયા ભટ્ટ (alia bhatt) સુધી ફેમસ અભિનેત્રીઓ પણ આનો શિકાર થઈ ચુકી છે. બોલિવુડ સેલેબ્સ (Bollywood celebs) પણ ડિપ્રેશન અને એન્ક્સાઈટી જેવી માનસિક બિમારીનો ભોગ બની ચુક્યા છે. હવે માનસિક રોગોના વધતા કેસ જોતા માનસિક સ્વાસ્થને અસર કરતી વાતો અને મુદ્દાઓ પર લોકો ખુલીને વાત કરવા લાગ્યા છે. વિજ્ઞાને ખુબ પ્રગતિ કરી લીધી છે તે છતા આજે પણ આપણે દેશમાં અંધશ્રધ્ધાને કારણે માનસિક બિમારીના લક્ષણોની ગેરસમજને લઈને લોકો ડૉક્ટર અને થેરાપિસ્ટ પાસે જવાને બદલે મંદિરમાં જતા હોય છે જે ચિંતાનો વિષય છે. નેટફ્લિક્સ (Netflix)ની વેબસીરિઝ હાઉસ ઓફ સિક્રેટ્સ- ધ બુરારી ડેથ્સ (House of Secrets: The Burari Deaths)માં જે પણ દર્શાવવામાં આવ્યું છે તે કરુણ અને હ્રદયને સ્પર્શી જાય તેવું છે. આ ડોક્યુમેન્ટરીએ વાત દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ અંગેની જાગૃતતા શા માટે જરૂરી છે. આજે અહીં અમે આપને આવા જ વિષયને લગતી કેટલીક બોલિવુડ ફિલ્મો વિશે જણાવીશું.
તમાશા - પ્રેમ કરવો કે ન કરવો એ એક એવી દ્વિધા છે જે આપણે જીવનમાં એક વાર તો અનુભવી જ હશે. પણ એક માનસિક બિમાર વ્યક્તિ માટે આ પ્રશ્ન કેવ હશે? આ બાબત ફિલ્મમાં દર્શાવવાની કોશિશ કરાઈ છે. પોતાની કોમ્પ્લેક્સ પણ ડિફરન્ટ લવ સ્ટોરીઝ માટે જાણીતા ડાયરેક્ટર ઈમ્તીયાઝ અલીની ફિલ્મ તમાશામાં પણ માનસિક બિમાર વ્યક્તિની લાઈફ અને તેની ભાવનાઓ વિશે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વેદનો કિરદાર નિભાવતા રનબીર કપૂર પર્સનાલિટી ડિસોર્ડરનો શિકાર છે અને તેની ગર્લફ્રેન્ડ તારા તેને આમાંથી બહાર આવવા મદદ કરે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે ઘણી વખત પર્સનાલિટી ડિસોર્ડરથી પિડાતા વ્યક્તિના વ્યવહાર અને ભાવનાઓ સામાન્ય લોકો નથી સમજી શકતા.
ડિયર જીંદગી - આલિયા ભટ્ટ અને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ડિયર જીંદગીને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. મોટાભાગના લોકો આ ફિલ્મને કારણે માનસિક સ્વાસ્થ્ય વિશએ ખૂલીને વાત કરતા થયાં છે. આ ફિલ્મ થકી સમજાવવામાં આવ્યું છે કે, માનસિક સ્વાસ્થ સારૂ ન હોય તો થેરાપિસ્ટની મદદ લેવી જરૂરી છે તેમાં કોઈ શરમની વાત નથી. જ્યાં સુધી મદદ ન લઈએ ત્યાં સુધી આપણામાંથી મોટાભાગના લોકોને એ વાતની ખબર જ નથી હોતી કે, આપણે કોઈ માનસિક બિમારીથી પિડાઈ રહ્યાં છીએ. આ ફિલ્મમાં એક સ્મૂધ સ્ટોરી લાઈન સાથે દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોય તો તેમાં સુધારો કરવા માટે થેરાપી લેવી એ સાવ સામાન્ય બાબત છે.
છીછોરે - માનસિક પરેશાની અને બિમારીઓ મોટાભાગે તમામ વયજૂથના લોકોમાં જોવા મળતી હોય છે પણ આજકાલ યંગસ્ટર્સમાં આ સમસ્યામાં વધારો થતો દેખાઈ રહ્યો છે. ભણતરનો ભાર, કોમ્પિટીશન, લવ લાઈફ જેવી અનેક સમસ્યાઓ તેમના માનસિક સ્વાસ્થને અસર કરે છે અને યંગસ્ટર્સ પોતાના દિલની વાત કે સમસ્યા ખુલીને કહી શકતા પણ નથી. સુશાંતસિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ છીછોરેમાં કઈ રીતે યુવાનો એન્ક્સાઈટી અને ડિપ્રેશનથી પિડાતા હોય છે તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે કઈ રીતે સમાજ અને પરિવાર તરફથી આવતા પ્રેશર અને પર્સનલ તકલીફોને કારણે યુવાનો માનસિક બિમારીનો ભોગ બને છે અને આત્મહત્યા સુધીના પગલા પણ ભરતા હોય છે. આ ફિલ્મના માધ્યમથી યુવાનોને આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ ન હોવાનું સમજાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પાર્ક એવેન્યુ - અપર્ણા સેનની 15 પાર્ક એવેન્યુ સ્કિઝોફ્રિનીયાથી પિડીત એક યુવતી મીઠીની આસપાસ ફરતી વાર્તા છે. ફિલ્મમાં મીઠીના પાત્રમાં કોંકણા સેન શર્માએ પોતાના અભિનયથી સચોટ રીતે એ બતાવ્યું છે કે, સ્કિઝોફ્રિનીયાને કારણે માત્ર દર્દી જ નહી પણ તેની આસપાસના લોકો અને પરિવાર પણ કઈ રીતે પ્રભાવિત થાય છે. આ ફિલ્મમાં દર્શવવામાં આવેલી સ્ટોરી, ડાયલોગ્સ અને અભિનય ખૂબ રિયાલિસ્ટીક છે. જે લાંબા સમય માટે તમારા માનસ પર અસર કરશે.
અ ડેથ ઇન ગુંજ - કોંકણા સેન શર્મા દ્વારા ડાયરેક્ટેડ ડેબ્યૂ ફિલ્મ ડેથ ઈન ગુંજમાં માનસિક સ્વાસ્થ, પુરુષત્વ અને સ્ત્રી પર આધીન થઈ જવાના દબાણ જેવા વિષયો દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં મેકક્લુસ્કી (McCluskie) ગુંજમાં વેકેશન માટે ગયેલા પરિવારની વાર્તા છે. આ ફિલ્મ એક 23 વર્ષીય ડિપ્રેશનથી પિડીત વ્યક્તિ શુતુના જીવનની આસપાસ ફરે છે
જજમેન્ટલ હે ક્યા - કંગના રનૌત અને રાજકુમાર રાઓ સ્ટારર ફિલ્મ જજમેન્ટલ હે ક્યામાં ચાઈલ્ડ હૂડ ટ્રોમાને કારણે સ્કિઝોફ્રિનીયાથી પિડીત છોકરીની વાર્તા દર્શાવાઈ છે. બાળપણમાં પોતાની માં પર પિતા દ્વારા થતી હિંસા અને અત્યાચારો જોઈને આ છોકરી માનસિક બિમારીમાં ઘેરાઈ જાય છે અને લાંબા સમય સુધી આ બધું જોયા બાદ તેને લાગવા લાગે છે કે બધા પુરૂષો પ્રાણી જેવા છે અને આ જ પ્રકારની હિંસા આચરે છે, જેને કારણે તેને સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. માતા પિતા વચ્ચેના અણબનાવ અને હિંસાની બાળકના માનસિક સ્વાસ્થ પર કેવી અસર પડે છે તે આ ફિલ્મમાં બખૂબી દર્શાવાયું છે.
કાર્તિક કોલિંગ કાર્તિક - ફહાન અખ્તરની ફિલ્મ કાર્તિક કોલિંગ કાર્તિક સ્કિઝોફ્રિનીયાથી પિડીત એક વ્યક્તિની વાર્તા છે. જેના અંગત અને પ્રોફેશનલ જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે. આ ફિલ્મમાં સ્કિઝોફ્રિનીયાથી પિડીત વ્યક્તિની વ્યથા દર્શાવાઈ છે. જેને બિલકુલ ડ્રામેટાઈઝ કરવામાં આવી નથી પણ તે જે પરેશાની વ્યક્તિ ભોગવે છે તેનો સચોટ ચિતાર આપવામાં આવ્યો છે. ફિલ્મ શરૂથી અંત સુધી કાર્તિક(ફરહાન)ની આસપાસ જ ફરે છે. મનની અંદર રહેલો એક વ્હેમ વ્યક્તિને એટલી હદ સુધી લાચાર અને ડરપોક બનાવી દે છે તે આ ફિલ્મનો હાર્દ છે. જીવનના દરેક વળાંક પર કાર્તિકને નિષ્ફળતા મળે છે અને તે અંતે આત્મહત્યા કરવાનું નક્કી કરે છે.
બ્લેક - સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક મૂંગી, બહેરી અને આંધળી છોકરી યુવતી મેકનેલી અને તેના ટીચરની આસપાર ફરે છે. ટીચરની ભૂમિકામાં અમિતાભ બચ્ચન મિશેલને એક સામાન્ય જીવન તરફ લઈ જવાના પ્રયત્નો કરતા દેખાય છે. ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનનો અભિનય અને સ્ક્રીન પ્લે શાનદાર છે. ફિલ્મના અંતમાં દર્શાવવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન પોતે અલિઝાઈમરથી ગ્રસિત છે.
હિરોઈન - કરીના કપૂર સ્ટારર ફિલ્મ હિરોઈનમાં ગ્લેમર વર્લ્ડની ચમક પાછળનું અંધારુ દર્શાવાયું છે. ફિલ્મમાં કરીના કપૂરનું પાત્ર બાયપોલાર ડિસઓર્ડરથી પીડિત છે. ચાઈલ્ડ હૂડ ટ્રોમાને કારણે કરીના માનસિક બિમારીનો શિકાર બને છે. જે રીતે તેના પાત્રને ડેમેજ અને અસ્થિર દર્શાવવામાં આવી છે તે સમાજમાં માનસિક બિમારો પ્રત્યેનું વલણ દર્શાવવાનો એક પ્રયત્ન છે. ફિલ્મમાં માનસિક બિમારીને કારણે અન્ય અભિનેત્રીઓ તેની જગ્યા લેશે અને તેનું કામ છીનવી લેશો તેવો ડર કરીનામાં બતાવવામાં આવ્યો છે. જેના કારણે તે પરિસ્થિતીઓ બગાડે છે.
વો લમ્હે - કથિત રીતે પરવીન બાબીના જીવન પર આધારિત આ ફિલ્મમાં કંગના રૈનોતે અભિનય કર્યો છે. ફિલ્મમાં કંગના સ્કિઝોફ્રિનીયાથી પીડિત છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક માનસિક બિમારી સાથે જીવતી વ્યક્તિ કઈ રીતે પોતાના અંગત જીવનમાં સંબંધો પણ ખોઈ નાખે છે. ફિલ્મમાં પરવીન બાબીના સ્કિઝોફ્રિનીયા અને મહેશ ભટ્ટ સાથે તના સંબંધો અંગેનો ચિતાર આપવાં આવ્યો છે.