એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટેલીવિઝન પ્રોડ્યૂસર અને બિગ બોસ (Bigg Boss)નાં એક્સ કન્ટેસ્ટંટ વિકાસ ગુપ્તા (Vikas Gupta)એ હાલમાં જ દિવંગત એક્ટ્રેસ પ્રત્યૂષા બેનર્જી (Pratyusha Banerjee) અંગે એક ચોકાવનારો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસની મોતનાં આશરે પાંચ વર્ષ બાદ વિકાસ ગુપ્તાએ દાવો કર્યો છે કે, તે ક્યારેય પ્રત્યૂષા બેનર્જીને ડેટ કરી રહ્યો હતો. વિકાસ ગુપ્તાએ હાલમાં જ કહ્યું કે, 'અમારા બંનેનું બ્રેકઅફ થયા બાદ પ્રત્યુષાને માલૂમ થયું કે હું બાઇ સેક્શુઅલ (Bisexual) છું.' એક લીડિંગ ડેઇલી સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, તેણે ફક્ત બે મહિલાઓને ડેટ કરી છે જેમાં એક પ્રત્યૂષા પણ હતી. વિકાસ ગુપ્તાએ આ ખુલાસો કર્યા બાદ પ્રત્યુસાનાં બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ (Rahul Raj Singh)એ પ્રતિક્રિયા આપી છે.
રાહુલ રાજ સિહએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે, પ્રત્યૂષા અને વિકાસ ગુપ્તાએ ક્યારેય એકબીજાને ડેટ નથી કર્યાં. તે કહે છે કે, 'પ્રત્યુષા તેનાં રિલેશનશિપ્સ મામલે હમેશાં ઓપન રતી. તેણે ક્યારેય તેની પર્સનલ લાઇફ છુપાવી નથી. વિકાસ આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યો છે કે તેની વાત પર પ્રતિક્રિયા આપનારો કોઇ નથી. જ્યારે હું અને પ્રત્યૂષા 2015માં રિયાલિટી શો 'પાવર કપલ' કરતાં હતાં. ત્યારે જ વિકાસે તેને પ્રપોઝ કરી હતી. પણ પ્રત્યૂષાએ તેની ઓફર ફગાવી દીધી હતી. કારણ કે તે જાણતી હતી કે, વિકાસ બાયસેક્શુઅલ છે.
રાહુલે વધુમાં કહ્યું કે, 'મે એક દિવસ પ્રત્યૂષાને પુછ્યું હતું કે, તુ બાલિકા વધુ બાદ કોઇ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહી તો તેણે જણાવ્યું કે, વિકાસ સાથે તેણે એક પ્રોજેક્ટ પ્લાન કર્યો હતો. પણ આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રત્યૂષાએ જ્યારે વિકાસને ક્યારેય ડેટ જ નથી કર્યો તો બ્રેકઅપનો સવાલ જ ઉભો નથી થતો. જો તે જીવતી હોતી તો વિકાસને આ વાત પર એક લાફો મારી દેતી.. જ્યારે તે આ દુનિયામાં જ નથી તો, કોઇપણ ઇન્ટરવ્યૂમાં તેનું નામ લેવું ઠીક નથી. જો વિકાસ અહીં નથી અટકતો તો તેનાં વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં પણ હું પાછળ નહીં હટુ.'
આપને જણાવી દઇએ કે, હાલમાં જ વિકાસ ગુપ્તાએ પ્રત્યૂષા બેનર્જીને ડેટ કર્યાનો દાવો કર્યો હતો. ઇટાઇમ્સ સાથે વાતચીતમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો છે. વિકાસે કહ્યું કે, તેણે બે મહિલાઓને ડેટ કરી છે. અને તે પહેલી બે હમિલાઓ હતી તેનાં બાયસેક્શુઅલ (Bisexual) હોવાની વાત જાણતી હતી. જેમાંથી એક પ્રત્યુષા બેનર્જી હતી. અને બીજીનું નામ લેવાનો તેને ઇન્કાર કર્યો હતો.