એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડિયન કૃષ્ણા અભિષેક (Krushna Abhishek)એ તેનાં મામા અને બોલિવૂડ એક્ટર ગોવિંદા (Govinda) સાથે ચાલી રહેલાં અણબનાવ કોઇનાંથી છુપાયેલો નથી. ગત વર્ષે જ્યારે ગોવિંદા અને તેની પત્ની કપિલ શર્માનાં શો (The Kapil Sharma Show)નાં સેટ પર આવ્યાં હતાં, ત્યારે કૃષ્ણાની ગેરહાજરી પર લોકોએ સવાલ કર્યા હતાં. અને ત્યારથી જ બંને વચ્ચેની તકરાર દુનિયાની સામે આવી ગઇ. હાલમાં જ ફરી ગોવિંદા કૃષ્ણાનાં સેટ પર આવ્યો હતો. જ્યારે મામા ગોવિંદાનાં સેટ પર આવવાનાં સમાચાર મળ્યાં તો કૃષ્ણાએ એપિસોડથી પોતાને દૂર કરી લીધો હતો.
હવે કૃષ્ણાએ એવું કેમ કર્યું તે પાછળનું કારણ જણાવ્યું છે, કૃષ્ણાએ કહ્યું કે, તે તેનાં મામા ગોવિંદાને ખુબ જ પ્રેમ કરે છે. આ દિવસોમાં બંને વચ્ચે અણબનાવ છે. જો આવાં સમયમાં તેઓ આમને સામને આવતાં તો તે તેનાં આંસૂ રોકી ન શકતો. તેથી તેણે નિર્ણય કર્યો કે, તે આ એપિસોડનો ભાગ નહીં બને. જેમાં મામા ગોવિંદા નજર આવવાનાં છે. કૃષ્ણાએ જણાવ્યું કે, ગત થોડા સમયમાં બંને વચ્ચેની દૂરિયા ઘણી વધી ગઇ છે. જેનાંથી તે ખુબજ દુખી છે.