

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત દિવસોમાં કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) મામા ગોવિંદા (Govinda) સાથેનાં તેનાં સંબંધો મામલે ચર્ચામાં હતો. પછી હાલમાં જ તેની પત્ની કાશ્મીરા શાહ (Kashmira Shah)એ બિગ બોસ 14 (Bigg Boss 14) ઘરમાં એન્ટ્રી કરી છે. શોમાં કાશ્મીરા શાહ ખુબજ ધમાલ મચાવી રહી છે. શરૂઆતથી જ કાશ્મીરા ઘરમાં તેની હાજરી સાબિત કરવાં કામયાબ રહી. હવે ઘરવાળાને તે બરાબરની ટક્કર આપી રહી છે. આ વચ્ચે કૃષ્ણા અભિષેકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની બહેન અને બાળકો સાથે નજર આવી રહ્યો છે. (Photo Credit: Viral Bhayani)


વીડિયોમાં કૃષ્ણા અભિષેક બહેન આરતી સિંહ અને તેનાં બાળકોની સાથે મસ્તી કરતો નજર આવી રહ્યો છે. આ વીડિયોની સાથે તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. (Photo Credit: Viral Bhayani)


કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે, તે પરિવારની સાથે આઉટિંગ પર નિકળ્યો છે. (Photo Credit: Viral Bhayani)


કૃષ્ણાની આ તસવીરો જોઇને હવે એક્ટરનાં ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યાં છે અને કમેન્ટ્સ કરી રહ્યાં છે કે, કાશ્મીરા બિગ બોસનાં ઘરમાં છે તો તને જલસા છે. (Photo Credit: Viral Bhayani)


એક યુઝરે કૃષ્ણાની તસવીરો પર કમેન્ટ કરતાં લખ્યું કે, 'કાશ્મીરા નથી તો, ફૂલ મઝા છે..' (Photo Credit: Viral Bhayani)