એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની સુપર બોલ્ડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તેની સુંદરતા અને એક્ટિંગથી કરોડો લોકોનાં દિલ પર રાજ કરે છે. કરીનાએ તેનાં ફિલ્મી કરિયરમાં એવી ઘણી ફિલ્મો આપી છે જેને 100 કરોડથી વધુનો બિઝનેસ (Kareena Kapoor Khan Movies)કર્યો હોય. ત્યારે જ્યારે તેનો આવતી કાલે જન્મ દિવસ છે ત્યારે જાણીયે, કરીના કપૂરની નેટ વર્થ, (Kareena Kapoor Khan Networth)તેની વાર્ષિક કમાણી અને માસિક કમાણી પર એકનજર કરીએ..
464 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે કરીના કપૂર ખાન- વર્ષ 2021માં જાહેર થયેલી ફોર્બ્સ ઇન્ડિયાની (Forbs India) યાદી મુજબ કરીના કપૂર ખાનની નેટવર્થ 62 મિલિયન એટલે કે 464 કરોડ રૂપિયા (Kareena Kapoor Khan Net Worth rs 464 cr) છે. જી હાં કરીના કપૂર ખાન 464 કરોડ રૂપિયાની એકમાત્ર માલકિન છે. મળતી માહિતી મુજબ વર્ષ 2014 માં કરીના પાસે લગભગ 74.47 કરોડની સંપત્તિ હતી. જે વધીને અને હવે કરીના લગભગ 464 કરોડ રૂપિયા થઇ ગઇ છે. કરીના માત્ર ફિલ્મોથી જ કમાય છે, એવું નથી. તે એન્ડોર્સમેન્ટ, બ્રાન્ડિંગ, સ્ટેજ શો, ટૂર અને તેનાં રેડિયો શોથી પણ સારી કમાણી કરે છે.
કાર્સની શોખીન છે બેબો- કરીના કપૂર ખાનને પણ મોંઘા વાહનો ખૂબ જ ગમે છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ છે. જેની કિંમત 1.40 કરોડ છે. આ સાથે બેબો પાસે ઓડી ક્યૂ 7 ની માલિકી છે જેની કિંમત લગભગ 93 લાખ છે અને લક્ઝુરિયસ કારની વાત કરીએ તો, કરીના પાસે રેન્જ રોવર સ્પોર્ટ એસયુવી અને લેક્સસ એલએક્સ 470 ની કિંમત 2.32 કરોડ રૂપિયાની છે.
<br />કરીના કપૂર ખાનની આવનારી મૂવી-તમને જણાવી દઈએ કે તાજેતરમાં કરીનાએ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. જેનું નામ જહાંગીર અલી ખાન છે. કરીનાએ થોડા સમય પહેલાં જ દીકરાની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. કરીનાનાં વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કરીના ટૂંક સમયમાં અભિનેતા આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં જોવા મળશે.