એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડથી લઇને સાઉથ સિનેમા સુધી પોતાની અભિનય ક્ષમતા દર્શાવનારી અભિનેત્રી સોનલ ચૌહાણ 35 વર્ષની (Sonal Chauhan Birthday) થઇ ગઇ છે. તે 16 મેના રોજ પોતાનો 35 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અભિનેત્રી તેની બોલ્ડ અદાઓ અને ગ્લેમરસ અવતાર (Sonal Chauhan glamorous Photos) માટે જાણીતી છે. ચાહકો તેથી કાતિલ અદાઓના દિવાના છે. તે પોતાની સુંદરતાની સાથે સાથે તે પોતાની પર્સનલ લાઈફને (Sonal Chauhan Personal Life) લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. ત્યારે આજે તેના જન્મદિવસ નિમિત્તે જાણીએ સોનલના અંગત જીવન વિશે અમુક અજાણી વાતો.
રાજપૂત પરીવારમાંથી આવે છે સોનલ- 1987માં બુલંદશહેરમાં જન્મેલી સોનલ ચૌહાણે પોતાના કરિયરની શરૂઆત ઇમરાન હાશ્મીની ફિલ્મ 'જન્નત'થી કરી હતી. હિન્દી સિનેમામાં કોઈ વિશેષ ખ્યાતિ ન મળવાને કારણે સોનલ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી હતી. હિન્દી ઉપરાંત અભિનેત્રીએ તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
અહીં તેમણે 'લિજેન્ડ' અને 'શેર' ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે હાલમાં ભલે સોનલ ચૌહાણ ફિલ્મોમાં નજરે ન આવી રહી હોય, પરંતુ સોનલ ચૌહાણ પોતાની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. તેનું નામ લિકર કિંગ ભાગેડુ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા સાથે જોડાઇ ચૂક્યું છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. તેમની તસવીરો પણ સામે આવી હતી.
સોશિયલ મીડિયા પર જબરી ફેન ફોલોવિંગ-જો કે સિદ્ધાર્થ અને સોનલે ક્યારેય પોતાના સંબંધ વિશે જાહેરમાં વાત કરી નથી અને કોઇ નિવેદન પણ આપ્યું નથી. પરંતુ મીડિયામાં તેમના અફેરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. હવે સોનલ ચૌહાણ લાઇમલાઇટથી દૂર રહે છે અને ફિલ્મોમાં વધારે જોવા મળતી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે.