Home » photogallery » મનોરંજન » 19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

હર્ષવર્ધન રાતોરાત સ્ટૂડન્ટ માંથી સ્ટાર બની ગયો હતો. હવે શું કરે છે તેઓ ચાલો કરીએ એક નજર

 • 110

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  જનાર્દન પાંડે: કૌન બનેગા કરોડપતિની આ 11મી સિઝન છે. શોનાં પહેલાં બે એપિસોડ પ્રસારિત થઇ ગયા છે. અત્યાર સુધીમાં ત્રણ સ્પર્ધકો શોમાંથી અલગ અલગ રકમ જીતીને ગયા છે. ચોથી સ્પર્ધક સરોજ સિસોદિયા હોટ સીટ પર છે. અને અમિતાભ બચ્ચન તેમને સવાલ પુછી રહ્યાં છે ત્યારે આ શો જ્યારથી શરૂ થયો તે વર્ષ 2000માં એટલે કે આજથી 19 વર્ષ KBCનાં પહેલાં વિનર હર્ષવર્ધન નવાથે સૌને યાદ છે. તે હાલમાં 19 વર્ષ બાદ શું કરે છે ચાલો તેમની સાથે કરેલી ખાસ મુલાકાત અને વાતો જાણીયે.

  MORE
  GALLERIES

 • 210

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  પ્રશ્ન- KBCનાં હર્ષ વર્ધનને પહેલાં કરોડપતિ બને 19 વર્ષ વિતી ગયા. ત્યારે શું લોકો આજે પણ તમને KBC વિનર તરીકે ઓળખે છે ખરાં? જવાબ- નવો શો હતો. લોકોમાં ભારે ઉત્સુક્તા હતી. ત્યારે આ ખેલ ખુબ મોટો હતો. અને મારું નામ પણ જરાં અલગ છે. અજય, સંજય હોત તો કદાચ કોઇ ભૂલી જાત. પણ હર્ષવર્ધન નવાથે સાંભળીને લોકો ઓળખી જાય છે. આજે પણ, હા 19 વર્ષ બાદ જે બદલાવ આવ્યો છે તે ચહેરા પર જોવા મળે છે એટલે લોકોને ઓળખતા બંધ થઇ ગયા છે પણ નામ સાંભળીને ઓળખી જાય છે

  MORE
  GALLERIES

 • 310

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  પ્રશ્ન- હવે આપ શું કરો છો? જવાબ- હાલમાં હું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં CSR & એથિક્સ ડિપાર્ટમેન્ટમાં છું. આ કંપનીમાં હું વર્ષ 2005થી કામ કરું છું. kBCમાં જીત્યો તે સમયે હું વિદ્યાર્થી હતો. તે સમયે હું સિવિલ સેવા (UPSE)ની તૈયારી કરી રહ્યો હતો. મારું સપનું IAS અધિકારી બની દેશ અને લોકોની સેવા કરું.

  MORE
  GALLERIES

 • 410

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  પ્રશ્ન- IASનું સપનું પણ નોકરી અને કોર્પોરેટમાં કેવી રીતે આવી ગયાં? જવાબ- KBC પછી જીવનમાં ઘણો બદલાવ આવી ગયો. તેમાંથી એક તે પણ છે. KBCમાં જીત્યા બાદ સિવિલ સેવાઓની પરીક્ષાઓથી ફોકસ હટી ગયું. પણ મે મારું સપનું બદલ્યું ન હતું. કોર્પોરેટમાં પણ હું તે જ કામ કરી રહ્યો છું. હું હાલમાં પણ સામાજીક સેવા માટે કામ કરું છું. અસલમાં હું દરેક વ્યક્તિનાં મનમાં એક સેકેન્ડ પ્લાન કરું છું. સિવિલ સેવામાં નિશ્ચિત નથી કે સિલેક્શન થશે જ. તેથી જ મે ત્યારે MBA કરવાનું વિચાર્યું હતું. પણ ત્યારે પૈસા ન હતાં.

  MORE
  GALLERIES

 • 510

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  KBC જીત્યા બાદ મારી પાસે પૈસા આવ્યા. અને મે મારું ભણતર તે જ પૈસામાંથી પૂર્ણ કર્યું. વિદેશ જઇને MBA કર્યું. તે બાદ કેટલીક જગ્યાઓ પર કામ કર્યું. બાદમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આવ્યો. અને છેલ્લાં 15 વર્ષથી હું અહીં જ છું.

  MORE
  GALLERIES

 • 610

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  પ્રશ્ન- KBCનાં પૈસા કેવી રીતે મળ્યાં? શું પૈસામાં કંઇક કપાય છે? જવાબ- KBCની શૂટિંગ પહેલાં જ થઇ જાય છે. એવામાં જે દિવસે એપિસોડ બતાવવાનો હોય છે તે દિવસની ડેટનો ચેક મળે છે. ચેક તે જ હોય છે જે આપને બતાવવામાં આવે છે. આમ તો અકાઉન્ટથી સીધો ટ્રાન્સફર થાય છે. જોકે આ રકમ પર ટેક્સ કટ થાય છે બાદમાં પૈસા મળે છે. પણ મારા સમયે જે ચેક બતાવ્યો હતો તે અસલી હતો. હાલમાં પણ એવું જ થાય છે. મે મારા પૈસા મારા સેવિંગ અકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં.

  MORE
  GALLERIES

 • 710

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  પ્રશ્ન- શું KBCની ટીમ સાથે કોઇ કનેક્શન છે ? શો જીત્યા બાદ ક્યારેય કોઇએ સંપર્ક કર્યો છે ખરો? જવાબ- ચેનલ ભલે બદલાઇ ગઇ હોય ડિરેક્ટર અને પ્રોડક્શન ટીમ તે જ છે. તેથી એવી કોઇ ઇવેન્ટ હોય તો તેઓ બોલાવે છે. આશરે 4-5 વર્ષ પહેલાં એક કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો હતો. કંઇ કામ હોય તો બોલાવે છે. મળવાનું થાય ત્યારે સૌ કોઇ ઉમળકાભેર જ મળે છે.

  MORE
  GALLERIES

 • 810

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  પ્રશ્ન- ત્યારનાં KBC અને હાલનાં KBC માં શું ફરક આવ્યો છે? જવાબ- હવે 19 વર્ષ થઇ ગયા છે. પહેલાં સ્ટાર ચેનલ પર આવતો હતો હવે સોની પર આવે છે. ચેનલ પ્રમાણે સ્પર્ધકની પસંદગીમાં થોડો બદલાવ જોવા મળે છે. પહેલાં શરૂઆતમાં તદ્દન સામાન્ય લોકોની પસંદગી થતી હતી. બાદમાં રૂરલ ઇન્ડિયા પર ફોકસ કરવામાં આવ્યું. હાલમાં ગામડાંથી આવતા લોકો પર ભારે ફોકસ કરવામાં આવે છે. શાહરૂખ ખાન જ્યારે શો હોસ્ટ કરતાં હતાં ત્યારે યૂથ પર ફોકસ હતું.

  MORE
  GALLERIES

 • 910

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  પ્રશ્ન- આપ શોનાં પહેલાં વિનર છો આજનાં સ્પર્ધકો માટે કોઇ મેસેજ જવાબ- એક ક્વિઝ શો છે. જો આપ તેમાં પૈસા જોઇને રમશો તો કંઇ નહીં જીતી શકો. બાળપણથી જ હું સવાલ-જવાબ ખુબ કરતો. મે જોયું કે, ખેલમાં લાંબુ ટકવા માટે આ પ્રવૃતિ આમ આદમીમાં હોવી જરૂરી છે. સાથે જ હું સિવિલ સેવાની તૈયારી કરતો હતો તેથી મારું જીકે સારુ હતું.

  MORE
  GALLERIES

 • 1010

  19 વર્ષ બાદ હવે આવું છે KBCનાં પહેલાં કરોડપતિ હર્ષવર્ધનનું જીવન

  અંતે હર્ષવર્ધન આપનો ન્યૂઝ18 સાથે વાતચીત કરવા માટે આભાર. હર્ષવર્ધન કહે છે આપનો પણ આભાર

  MORE
  GALLERIES