બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. આ દિવસોમાં તે પોતાના ફેન્સ સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે અને ત્યાની તસવીરોને સતત તેમના ફેન્સ સાથે પણ શેર કરતી રહે છે. કિશ્વરે આ ફોટા બાદ પણ અનેક ફોટા અપલોડ કર્યા છે. કેટલાક બિકિની માં છે તો કેટલાક ખૂબ જ શાનદાર ડ્રેસમાં. તાજેતરમાં જ કિશ્વરે એક સ્વિમસુટનો ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. દરેક ટીવીના એક્ટ્રેસની જેમ કિશ્વર મર્ચન્ટ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને આ દિવસોમાં તેમના હોટ અને બોલ્ડ ફોટાઓ શેર કરે છે. નાના પડદાની જ નહીં પણ કિશ્વર મોટા પડદા પર પણ જોવા મળી હતી. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. આ દિવસોમાં તે ખૂબ લાંબા સમયથી નાના પડદાથી દૂર છે.