મુંબઈઃ બોલિવૂડમાં ગણતરીનાં એવા કલાકારો છે જેની કારકિર્દીનો દાયકો ભલે પૂરો થઈ ગયો હોય, છતાં તે લોકોના દિલમાંથી પોતાના સ્થાનને ક્યારેય અલવિદા નથી કહી શકતાં. આજની પેઢીએ ભલે તેમની ફિલ્મો ના જોઈ હોય, પરંતુ તેમના સદાબહાર ગીતોથી જરૂર પરિચિત છે. તે ના ફક્ત એક ઉમ્દા સિંગર પણ શાનદાર એક્ટર પણ હતાં. આજે અમે તમને તેમની સાથે જોડાયેલી અમુક ખાસ વાતો વિશે જણાવીશું.
કિશોર કુમારનો જન્મ 1929માં મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે વકીલ હતાં અને માતા ગૃહિણી હતી. તેમનું અસલ નામ આભાસ કુમાર ગાંગુલી હતું. બોલિવૂડમાં એન્ટ્રી મેળવવા માટે તેમણે પોતાનું નામ બદલ્યું હતું. તેમણે ભાઈ-બહેનમાં સૌથી નાના અને બાળપણથી જ તોફાની હતાં. તેમનો અભ્યાસ ઇંદોરના એક ક્રિશ્ચિયન કોલેજથી કર્યો હતો. તેમના નાનપણનો એક કિસ્સો ખૂબ જ રોમાંચક છે. તેમણે કોલેજની કેન્ટિનમાંથી હંમેશા ઉધારમાં ખાવાનું ખાતા હતાં.
એકવાર તેમનું ઉધાર 5 રૂપિયા 12 આના સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ જ્યારે કેન્ટિનનાં માલિક તેમની પાસે પૈસા માંગતા, તો કિશોર ગ્લાસ અને ચમચી વગાડીને અલગ-અલગ સ્ટાઈલમાં ગીત ગાઈને તેમના અવાજને અવગણતાં હતાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે તેમનો સિક્કો ચાલી ગયો ત્યારે તેમણે આ ગીતનો ઉપયોગ કર્યો હતો. કિશોર કુમાર મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનાં એક એવા સ્ટાર છે જેમના ગીતો અમર છે. 'મેરે મહેબૂબ કયામત હોગી', 'મેરે સામને વાલી ખિડકી મે', 'મેરે સપનોકી રાની કબ આયેગી તૂ' જેવે ગીતો આજના યંગસ્ટર્સના મોઢેથી પણ હલી શકતાં નથી.
ખૂબ જ ઓછા લોકોને આ વાતની ખબર હશે, કિશોર કુમારનાં મોટા ભાઈ અશોક કુમારનો આજે જન્મ દિવસ હતો. 13 ઓક્ટોબર 1987ના રોજ તેમણે તેમના જન્મ દિવસની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ઘણી મોટી હસ્તીઓ પણ સામેલ હતી. પરંતુ તે જ સાંજે કમનસીબે આપણી વચ્ચેથી સદાબહાર કિશોર કુમારનું નિધન થયું. અને તે ઘડીથી ક્યારેય અશોક કુમારે તેમના જન્મ દિવસની ઉજવણી નહતી કરી.