કોન બનેગા કરોડપતિની સિઝન-10 શરૂ થઇ ગઇ છે. ત્રણ સ્પટેમ્બરે તેનો પહેલો એપિસોડ ટેલીકાસ્ટ થયો. Big Bનાં પરિચિત અંદાજ અને શોમાં થોડા ફેરફાર સાથે KBCની દમદાર શરૂઆત થઇ.
2/ 6
હાલમાં શો તેની TRPને અવ્વલ બનાવવા મથી રહ્યું છે ત્યારે KBCનાં બાળ ચાહકો માટે એક ગુડન્યૂઝ છે. ટૂંક સમયમાં KBC કિડ્સ સ્પેશલની શરૂઆત થવા જઇ રહી છે.
विज्ञापन
3/ 6
2 ઓક્ટોબર 2018થી કિડ્સ સ્પેશલ એપિસોડનું રજિસ્ટ્રેશન શરૂ થશે. kbc-sonyliv.in પર સવાલ પુછવામાં આવશે. જ્યાં જવાબ આપીને રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે
4/ 6
આ વેબસાઇટ પર કિડ્સ સ્પેશલમાં ભાગ લેવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આ પહેલાં KBCમાં ભાગ લેવા માટે 20 મિલિયનથી વધુ લોકોનાં આવેદન આવ્યા હતાં.
5/ 6
હવે જોવાનુંએ રહેશે કે બાળકોમાં આ ખેલને લઇને કેટલો ઉત્સાહ છે. અને બિગ બી સાથે તેમની કેમેસ્ટ્રી કેવી જામે છે.
विज्ञापन
6/ 6
આ શોમાં 10-14 વર્ષનાં બાળકો ભાગ લઇ શકશે. અને 2 ઓક્ટોબર 2018થી કિડ્સ સ્પેશલ એપિસોડ માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થશે.