એક્ટર્સ પડદા પર એક્ટિંગ કરે છે. પણ થેને જોનારાનાં મનમાં તે કિરદાર એ હદે જોડાઇ જાય છે કે તેનાં જીવનમાં તે આ કામને સત્ય માની લે છે અને તે અંગે જ વિચારે છે આવું ફક્ત સામાન્ય જનતા સાથે નથી થતું. પણ સુપરસ્ટાર્સનાં પરિવાર સાથે પણ આવું બનતું હોય છે. ઘણી વખત એક્ટર્સ બોલ્ડ સીન ખે એક્શન સીન માટે પરિવારનાં એવાં રિએક્શન મળે છે કે તમે વિચારી પણ ન શકો. આવું જ કંઇક કિઆરા અડવાણી સાથે બન્યું છે.
કિઆરાએ કહ્યું કે, 'મારા દાદી મારી સાથે રહેવા આવ્યા હતાં. તે ફિલ્મ તે સમયે જ નેટફ્લિક્સ પર રિલીજ થઇ હતી. મે તે ફિલ્મ મારા પેરેન્ટ્સને પણ બતાવી હતી તેમને તો ખુબ ગમી હતી. તેમને ઓર્ગેઝમ સીનથી કોઇ ફરક પડ્યો ન હતો. તે તો ત્યારથી મારા આ સીન અંગે જાણતા હતાં જ્યારથી મે આ ફિલ્મ સાઇન કરી હતી. મે તેમને આ માટે તૈયાર કરી લીધા હતાં.'
કિઆરા કહે છે. 'મારા દાદી એંગ્લો ઇન્ડિયન છે. તે હાફ બ્રિટિશ છે. તો તેમને કેટલીક બાબતો સમજાતી ન હતી. ફિલ્મમાં કેટલાંક જોક્સ એવાં હતા જે તેમની સમજથી પરે હતાં. તે ફિલ્મ સબ ટાઇટલ સાથે જોતી હતી તેથી બધા જ હસતા હતાં. જે પણ ફિલ્મ જોતુ હતું તેઓ અલગ અલગ રિએક્શન આપતું હતું પણ દાદીનાં ચહેરા પર કોઇ જ ભાવ ન હતાં. '
જ્યારે દાદીએ કોઇ રિએક્શન ન આપ્યું તો કિઆરાએ તેની માને મેસેજ કર્યો અને પુચ્યું કે હું શું કરું? તો તેની માએ જવાબ આપ્યો કે, તુ દાદીને આ સીન સમજાવી દે.. તે બાદ કિઆરા દાદીને સીન સમજાવે છે. અને બેકગ્રાઉન્ડમાં 'કભી ખુશી કભી ગમ' સોન્ગનું વાગવું પણ તેમને સમજ નહોતુ આવતું જે બાદ કિઆરા કહે છે કે 'સીનમાં તે આખા પરિવારની સામે ઓર્ગેઝમ ફિલ કરી રહી હોય છે.' જેનાં પર દાદી કહે છે, 'હવે તે આખી દુનીયાની સામે..' દાદીનો આ જવાબ સાંભળીને કિઆરા આશ્ચર્ય પામી જાય છે.