મુંબઈ. સુહાગનું પર્વ કરવા ચોથ (Karva Chauth) નજીક છે. દેશભરની હજારો મહિલાઓ આ તહેવારને ધામધૂમથી ઉજવશે. આ ખાસ પ્રસંગે મહિલાઓ સુંદર દેખાવા માટે તમામ પ્રયત્નો કરે છે. રેડ કલરના ટ્રેડિશનલ ડ્રેસને એક બાજુ મૂકીને તમે ‘શેરશાહ’ ફેમ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani)ના એક્વા એમ્બ્રોઇડરી વાળા લહેંગા પર એક નજર નાખો. આ લહેંગાની કિંમત 2 લાખ રૂપિયા છે. (ફોટો- anitadongre/Instagram)
કિયારા અડવાણીએ અનીતા ડોંગરેએ ડિઝાઈન કરેલો એક્વા કલરનો લહેંગો પહેરીને આઉટફિટની શોભા વધારી દીધી છે. અનીતાએ સોશ્યલ મીડિયા પર કિયારાના આ લુકને શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. કિયારાએ આ લહેંગાની સાથે સ્પેગેટી સ્ટ્રેપ્ડ બ્રોલેટ બ્લાઉઝ પહેર્યું છે જે તેની સુંદરતા વધારી રહ્યું છે. (ફોટો- anitadongre/Instagram)