મુંબઇ: ડિરેક્ટર પ્રશાંત નીલની KGF ચેપ્ટર 2 આ વર્ષની બ્લોકબસ્ટર હિટ્સ ફિલ્મોમાંથી એક છે. યશ સ્ટારર ફિલ્મ 'KGF-2'એ બોક્સ ઓફિસ પર 1200 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મની કાસ્ટને સાઉથ જ નહીં નોર્થમાં ઘણી પોપ્યુલારિટી મળી હતી. KGF ચેપ્ટર-2માં રોકી ભાઇનાં કાકા ખસિમનાં કિરદાર અદા કરનાર હરીશ રાયને પણ દર્શકોને બેશુમાર પ્રેમ મળ્યો છે.
સોજો છુપાવવાં વધારી દાઢી- પરિસ્થિતિઓ તમને મહાનતા આપી શકે છે અથવા તમારી પાસેથી વસ્તુઓ છીનવી શકે છે. ભાગી જવાનું નસીબ નથી. હું ત્રણ વર્ષથી કેન્સર સામે લડી રહ્યો છું. કેજીએફના શૂટિંગ દરમિયાન મેં લાંબી દાઢી રાખી હતી એનું એક કારણ આ બીમારીને કારણે મારા ચહેરા પર સોજો આવી ગયો હતો. મેં સોજો છુપાવવા માટે દાઢી વધારી.
સર્જરી માટે પૈસા નથી- તેની પાસે પૈસા ન હતા તેથી તેણે તેની સર્જરી પણ મુલતવી રાખી અને 'KGF ચેપ્ટર 2'ની રિલીઝની રાહ જોઈ. તેણે ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી મદદ માંગતો વીડિયો રેકોર્ડ કર્યો હતો પરંતુ તે પોસ્ટ કરી શક્યો નહોતો. હવે તે કેન્સરના ચોથા સ્ટેજમાં છે અને તેની હાલત દિવસેને દિવસે બગડી રહી છે.
<br />હરીશ રાય કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. હરીશ રાય 2018 માં રિલીઝ થયેલી 'KGF: ચેપ્ટર 1' અને 'KGF ચેપ્ટર 2' બંનેમાં રોકી ભાઈના કાકાની ભૂમિકામાં દેખાયો છે. આ સિવાય તેણે 'બેંગ્લોર અંડરવર્લ્ડ', 'ધન ધના ધન' જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ 25 વર્ષથી વધુ સમયથી કન્નડ સિનેમામાં કામ કરી રહ્યા છે.