TV એક્ટ્રેસ કવિતા કૌશિક ઘણી વખત એક્સરસાઇઝ કરતાં ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તે ફિટનેસને ખુબજ મહત્વ આપે છે. આજ કારણ છે કે કવિતા જીમની સાથે સાથે યોગ પણ કરે છે. હાલમાં જ તેણે યોગાસન કરતો એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમાં તે ખુબજ અઘરું આસન કરતી નજર આવે છે. આ તસવીર જોતા જ સોશિયલ મીડિયા પર યૂઝર્સે સવાલ કર્યા છે કે, મેડમ, શરીરમાં હાડકાં ક્યાં ગયા..