એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શો FIRની ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાનાં નામથી ઘર ઘરમાં ફેમસ થનારી કવિતા કૌશિક ટીવીનું જાણીતું નામ છે. હાલમાં તે બિગ બોસની 14મી સિઝનનમાં પણ નજર આવી હતી. આ વચ્ચે હવે તે તેનાં પતિ રોનિત બિશ્વાસની સાથે પવિત્ર ભૂમિ હરિદ્વાર પહોંચી છે. હાલમાં હરિદ્વારમાં કુંભ ચાલી રહ્યો છે. જેને કારણે કવિતા પણ અહીં આસ્થાની ડુબકી લગાવવા પહોંચી છે.
કવિતા ટીવી શો FIRથી ઘર ઘરમાં ફેમસ થઇ ગઇ હતી. આશરે આઠ વર્ષ સુધી તેણે ચંદ્રમુખી ચૌટાલાનો કિરદાર અદા કર્યો છે. આ શોમાં તેને ખુબજ પસંદ કરવામાં આવી હતી. ઘણી સીરિયલ્સમાં કામ કરી ચુકેલી કવિતાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે 'એક હસીના થી', મુંબઇ કટિંગ (2009), ફિલ્મ સિટી (2011) અને જંજીર (2013) માં નજર ચુકી છે.