આમ તો કેટરિના તેની સાદગી માટે વધુ જાણીતી છે અને સામાન્ય રીતે તે ન્યૂડ લિપસ્ટિક્સ વધુ કૅરી કરતી હોય છે પરંતુ કારણ કે હવે ક્રિસમસનો તહેવાર નજીક છે ત્યારે આ ફેસ્ટિવ સીઝનમાં તેણે ફેન્સ માટે ફેશન ઇન્સપિરેશન બનતા કેટલાંક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે સિક્વીન વાળો વ્હાઇટ વન-શોલ્ડર ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
કેટરિના કૈફની બ્યુટી બ્રાન્ડ : હેલ્થ અને વેલનેસ સેક્ટરમાં પ્રવેશતા પહેલા કેટરીના કૈફ જાણીતી બ્યુટી બ્રાન્ડ 'કે બ્યૂટી'ની માલિક પણ છે. આ બ્રાન્ડ કાજલ, લિપસ્ટિક, ફાઉન્ડેશન, ગુલાબ, મસ્કરા અને નેલ પેઈન્ટ સહિત તમામ પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવે છે. આ સિવાય તેણે Nykaa ફેશન અને કોસ્મેટિક બ્રાન્ડમાં પણ રોકાણ કર્યું છે. તે લક્સ, ઓપ્પો, લેક્મે જેવી ઘણી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.