કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal)ના લગ્ન થઈ ગયા છે. લગ્ન બાદ બંનેએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. લગ્નની તસવીરો (katrina vicky wedding photos) પછી, કેટરીના અને વિકી બંનેએ તેમની હલ્દી સેરેમની (katrina kaif and vicky kaushal haldi Photos) ની કેટલીક ઝલક શેર કરી છે, જેને શેર કરતા જ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. હળદરના રંગમાં રંગાયેલ બોલિવૂડનું નવું કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
કેટરીના કૈફે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાર તસવીરો શેર કરી છે, જેમાં આ નવા સંબંધની શરૂઆત વિશે બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. હળદરના રંગથી બંને પ્રેમના રંગમાં તરબોળ જોવા મળે છે. હલ્દી સેરેમની દરમિયાન વિકી કૌશલ અને કેટરિના કૈફે શાનદાર બોન્ડિંગ દર્શાવ્યું હતું. કેટરીના વિકીના ગાલ પર હળદર લગાવતી જોવા મળી હતી. ફોટો ક્રેડિટ-@katrinakaif/Instagram