PHOTOS : કેટરિના કૈફ- વિક્કી કૌશલના લગ્નને થયું એક વર્ષ, એકદમ ફિલ્મી છે 'વિકેટ'ની લવ સ્ટોરી
Katrina-Vicky's Marriage Anniversary: બોલિવૂડનું લવેબલ કપલ આજે તેમની પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ કેટરિના કૈફ અને વિકી કૌશલની. ગયા વર્ષે 2021માં 9 ડિસેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ આ કપલની લવસ્ટોરી પણ સ્પેશિયલ છે. આવો, તસવીરો દ્વારા આ બંનેની લવ સ્ટોરી જાણવાનો પ્રયાસ કરીએ...
કેટરીના કૈફ અને વિકી કૌશલે ક્યારેય એક સાથે કોઈ ફિલ્મ કરી નથી. કેટરીના માટે, વિકી એક એવું નામ હતું, જેના વિશે તેણે ફક્ત સાંભળ્યું હતું. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)
2/ 8
કેટરિનાની સુંદરતાથી મોહિત થયેલા વિકીએ ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ તે તેની લાઈફ પાર્ટનર બની જશે. વિકી માટે કેટરીના સાથે લગ્ન એક સ્વપ્ન સમાન હતું. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)
विज्ञापन
3/ 8
કેટરિનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે વિકી માટે ક્યારેય કંઈ વિચાર્યું નથી. તેણે માત્ર વિકીનું નામ જ સાંભળ્યું હતું, આ સિવાય તે તેની સાથે કોઈપણ પ્રકારના કોન્ટેક્ટમાં ન હતી. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)
4/ 8
કેટરીનાના કહેવા પ્રમાણે, તે વિક્કીને પહેલીવાર ઝોયા અખ્તરની પાર્ટીમાં મળી હતી. ઝોયાએ જ કેટરિનાને વિકીની ફીલીંગ્સ વિશે જણાવ્યું હતું. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)
5/ 8
કેટરીનાએ કરણ જોહરના શોમાં કહ્યું હતું કે અમારે બંનેને મળવાનું હતું. અમારા નસીબમાં લખેલું હતું એટલે આપોઆપ એવી સ્થિતિ સર્જાઈ કે અમે બંને નજીક આવી ગયા. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)
विज्ञापन
6/ 8
કેટરિનાને લાગે છે કે જ્યારે તે વિકીને મળી ત્યારે તે તેનાથી ઇમ્પ્રેસ થઈ હતી. વાઇબ્સ તેની સાથે મેચ થઇ રહી હતી અને વિકી ધીમે ધીમે તેનું દિલ જીતી રહ્યો હતો. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)
7/ 8
બીજી તરફ વિકીનું કહેવું છે કે તેણે ક્યારેય કેટરીના સાથે લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. જ્યારે તેને ખબર પડી કે કેટરિના તેના વિશે જાણે છે તો તે આ વાતને લઈને ઉત્સાહિત થઈ ગયો. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)
8/ 8
સલમાન ખાન અને રણબીર કપૂર સાથેના રિલેશનશિપ બાદ કેટરીનાએ વિકીમાં પરફેક્ટ પાર્ટનર જોયો અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેએ 9 ડિસેમ્બર 2021ના રોજ સવાઈમાધોપુરના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)