

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ કશ્મીરા શાહે તેની ગ્લેમરસ તસવીરોથી ચર્ચામાં છે. પહેલાં બ્લેક બિકિનીમાં અને હવે બ્લૂ બિકિનીમાં તેણે ફોટોશૂટ કરાવ્યું છે. જેનાં પર તેનાં પતિ કૃષ્ણા અભિષેકે પણ કમેન્ટ કરી છે.


48 વર્ષની કાશ્મીરા એ હાલમાં બ્લૂ બિકિની અને મલ્ટીકલર શ્રગ પહેર્યું હતું. જેમાં તે એકદમ અલગ લાગતી હતી.


આ તસવીર પર કૃષ્ણાએ લખ્યું છે કે, તે મંગળવારને ખાસ મિનિંગ આપ્યો છે. જો કોઇને સંયમ અને સંરક્ષણ શીખવું હોય તો તે તારી પાસેથી શીખે.. મને તારા પર ગર્વ છે Kash..


પોતાની સુંદર બોડી ફ્લોન્ટ કરતાં કશ્મીરાએ પોઝ આપ્યો છે. તેણે એક ફોટો શેર કરતાં લખ્યું કે, 'બદલાવ આપનાંથી જ શરૂ થાય છે જો આપ બદલાવ ઇચ્છો છો તો પહેલાં પોતાનાંમાં બદલાવ લાવવો પડે છે.'


ગત દિવસોમાં બ્લેક બિકિનીમાં કશ્મીરાએ ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં પણ તે ઘણી જ સેક્સી લાગતી હતી અને કૃષ્ણાએ તેનાં પર પણ કમેન્ટ કરી હતી.


કૃષ્ણાએ લખ્યુ હતું કે, જ્યારે ઘરે બિરિયાની હોય તો આપને બહારની દાલ મખની કેમ જોઇએ? કશ્મીરા મને તારા પર ખુબજ ગર્વ છે. તુ તારા અવતારમાં પરત આવી ગઇ છે. #wife #hotness #kashisback'.