એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એકતા કપૂરે (Ekta Kakpoor) તેનાં પોપ્યુલર શો 'કસોટી જિંદગી'ને નવાં અંદાજથી લોન્ચ કર્યો હતો. અનુરાગ અને પ્રેરણાની લવ સ્ટોરી અને તમાં ખુબ બધા ટ્વિસ્ટ એન્ટ ટર્ન્સ. શો પણ ઘણો જ ચાલ્યો. પણ હવે જાણે શોને કોઇની નજર લાગી ગઇ છે. મીડિયા રિોપર્ટ્સની માનીયે તો લાંબા સમય સુધી લોકપ્રિયતા અને TRPમાં આગળ રહ્યાં બાદ હવે શોની TRP તદ્દન પીટાઇ ગઇ છે. એવામાં શો બંધ કરવાની અણીએ આવી ગોય છે.
2018માં લોન્ચ થયેલો આ શો 2 વર્ષ બાદ રેપઅપ થવાનો છે. કહેવાય છે કે, શો પર કોમોલિકાનાં કેરેક્ટરને હાલમાં પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ શોનો અંત અનુરાગ અને પ્રેરણાનાં એક હેપી એન્ડિંગ હશે કારણ કે કોમલિકા આખરે મરી જશે. મિસ્ટર બજાજ અને પ્રેરણાનાં અંતિમ સીનનું શૂટ થઇ રહ્યું છે. જે આ અઠવાડિયામાં પૂર્ણ થશે.
આ શોમાં મોહિની બાસુનો રોલ અદા કરી રહેલી એક્ટ્રેસ શુભાવી ચૌક્સીએ શો ઓફ એર થવાનાં સમાચાર પર વાત કરતાં કહ્યું કે, 'પ્રોડક્શન હાઉસ તરફથી આ વાતની માહિતી મને આપવામાં આવી છે ત્યારથી જ ઘણી આઘાતમાં છું. આ શો મારા જીવનનો મહત્વનો ભાગ રહેશે. ખાસ કરીને એ માટે કારણ કે મે લાંબા સમય બાદ આ શોથી કમબેક કર્યુ હતું.'