ટીવીનો લોકપ્રિય શો 'પવિત્ર રિશ્તા' અને 'યે હૈ મોહબ્બેતે' ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા તેમના સોશિયલ મીડિયા પોસ્ટ્સને લીધે આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં કરિશ્મા ખુશખબરી લઇને આવી છે. એવું કહેવામાં આવે છે કે 'સુપર 30' માં કરિશ્મા હૃતિક સાથે એક ડાન્સમાં નૃત્ય કરતી નજર આવી શકે છે. અહેવાલો અનુસાર, આ ગીત, મુંબઇમાં શૂટ કરવામાં આવશે. જેની કોરિયોગ્રાફી ગાંગુલી કરશે. હવે લાંબા સમય બાદ, કરિશ્માએ ફરી એકવાર હોટ અને બોલ્ડ ફોટાઓ શેર કર્યા છે. તેમના ફોટોશૂટમાં, કરિશ્મા તેના હોટ બોડીને એક્સપોઝ કરતી નજર આવી રહી છે. લાલ પહેરવેશમાં, કરિશ્મા તેના હોટ અંદજમાં તમામને ઘાયલ કરી રહી છે. કરિશ્મા 'પવિત્ર રિશ્તા' અને ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2' માં નજર આવી ચુકી છે. કરિશ્માએ 'યે હૈ મોહબ્બેતેઈ' શ્રેણીમાં પણ કામ કર્યું છે. કરિશ્મા રૈના સિંહની ભૂમિકામાં દેખાઇ હતી. અનેક વખત, કરિશ્મા તેના હોટ અને બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.