રાગિણી MMS રિટર્ન્સ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહી છે. કરિશ્માએ આ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. વેબ સીરીઝમાં બોલ્ડ અને સિઝલિંગ કેરેક્ટર પ્લે કરનારી કરિશ્માએ આ પહેલા ટીવી શો પવિત્ર રિશ્તામાં પણ કામ કર્યુ છે. કરિશ્મા પવિત્ર રિશ્તા ઉપરાંત સ્ટાર પ્લસનાં શો યે હૈ મોહબ્બતેમાં નજર આવી ચૂકી છે. આવું પહેલી વખત નથી કે કરિશ્મા તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે આ પહેલાં તે રાગિની MMS રિટર્ન્સનાં પોસ્ટરને કારણે પણ ચર્ચામાં રહી ચૂકી છે.