

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની બેબો એટલેકે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) હાલમાં તેની પ્રેગ્નેન્સી ટાઇમ એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તે તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. જે માટે તે અવાર નવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે ચે. હાલમાં જ તેમે એવી તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે. કિરનાએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર તેનાં નવાં ઘર (New Home)ની પહેલી ઝલક દર્શાવતી તસવીર (First Photo) શેર કર્યો છે. જેનો કરીનાએ ફેન્સ ઘણાં સમયથી ઇન્તેઝાર કરી રહ્યાં હતાં. હવે કરીને તેનાં આલીશાન ઘરની એખ ઝલક દર્શાવી છે. (Photo Credit- @kareenakapoorkhan/Instagram)


કરીનાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે. આ તવસીર તેનાં નવાં ઘરની છે. જેનો ખુલાસો તેણે કેપ્શનમાં કર્યો છે. આ ફોટોમાં બેડ પર પાથરેલી વ્હાઇટ ચાદરથી લઇ દિવાલ પર લાગેલી તસવીરો, બારી અને બારીની બહારની ખુલ્લી બાલકની નજર આવી રહી છે. (Photo Credit- @kareenakapoorkhan/Instagram)


કરીનાએ આ ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'નવી શરૂઆતનો દરવાજો..' આ કેપ્શનથી કરીના જાહેર કરવામાં માંગે છે કે તેનું ઘર નવી શરૂઆતની પહેલ છે. (Photo Credit- @kareenakapoorkhan/Instagram)


કરીનાની આ તસવીર પર ફેન્સની સાથે સાથે ઘણાં સેલિબ્રિટીઝે પણ પ્રતિક્રિયા આપી છે. સૌ કોઇ તેનાં નવાં ઘરનાં વખાણ કરી રહ્યાં છે. અને તેને વધામણાં આપી રહ્યાં છે. (Photo Credit- @kareenakapoorkhan/Instagram)


કરીના આ પહેલાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક સ્ટોરીમાં ઘરને ડિઝાઇનિંગ કરાવતી તસવીર શેર કરી હતી. તે તેનાં નવાં ઘરથી જોડાયેલી દરેક વાત ફેન્સ સાથે અપડેટ રાખી રહી છે. (Photo Credit- @kareenakapoorkhan/Instagram)