મુંબઈઃ સૈફીનાના હેશટેગથી ફેમસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની જોડીને જ્યારે પણ પૈપરાઝી જુએ છે તો તેને તરત જ કેમેરામાં કેદ કરી લે છે. આ બંને બોલિવૂડ સ્ટાર આજે પોતાના લગ્નની 10મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તેના લગ્ન 16 ઓક્ટોબર 2012માં થયાં હતાં. કરીનાએ સૈફ સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગવાનો પણ પ્લાન બનાવી દીધો હતો. ચાલો જણાવીએ, કરીના-સૈફની 11મી લગ્ન વર્ષગાંઠ પર તેમના જીવનના સુંદર કિસ્સા અને ફોટોગ્રાફ બતાવીએ.
કરીના અને સૈફના સુખી લગ્નજીવનનું એક કારણ એ પણ છે કે બંને એકબીજાને સારો સ્પેસ આપે છે. એકવાર કરીનાએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે, 'મેં સૈફને લાઈફ પાર્ટનર માટે એટલે પસંદ કર્યો કે હું એક સેલ્ફ ઇંડીપેંડેંટ મહિલાની જેમ રહેવા માંગુ છું. હું લગ્ન બાદ પણ કામ કરવા માંગતી હતી અને સૈફએ મારી આ શરતને માની લીધી.'