એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (Corona Virus) મહામારીની બીજી લહેર બાદ પરિસ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે. સૌ લોકો કામ પર પરત ફરી રહ્યાં છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ હવે તેમનાં રૂટિનમાં પરત ફરી રહ્યાં છે તેમનાં અપકમિંગ પ્રોજેક્ટ કામ કરવાનું શરૂ કર્યું છે. સેલિબ્રિટીઝ માટે લાઇફ સામાન્ય થવા લાગી છે. હવે પાર્ટિઝ અને ઇવેન્ટમાં શામેલ થઇ રહ્યાં છે. સેલિબ્રિટીઝ ઘરની બહાર, રેસ્ટોરન્ટ, શોપિંગ કોમ્પ્લેક્સ અને એરપોર્ટની બહાર નજર આવે છે. હાલમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પણ હાલમાં સ્પોટ થઇ. આ દરમિયાન તે કેઝ્યુઅલ લૂકમાં નજર આવી હતી. અને તેનો આ લૂક હાલમાં ચર્ચામાં છે કારણ છે તે આ સમયે મેકઅપ વગર નજર આવી હતી. (Photo:viral bhayani)