

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરિના કપૂર ખાન જેટલી તેની પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે તેનાંથી વધારે તે તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. બોલિવૂડની બેબો એટલે કે કરિના કપૂર આમ તો ઘણાં સમયથી ઘરે જ સમય વિતાવી રહી છે. અને તેનાં બીજા બાળકની તૈયારીઓ કરી રહી છે. તેવામાં હવે તે તેને આ કોરોના કાળની વચ્ચે કરિનાની આખી ગર્લ્સ ગેંગે મળવાનો સમય કાઢી જ લીધો અને ફાઇનલી તેઓ મળી જ ગઇ. જેની તસવીર મલાઇકા અરોરા અને કરિના કપૂર ખાને તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ રિયુનિયનમાં કરિના, અમૃતા અને મલાઇકા ઉપરાંત બે અન્ય મહિલાઓ પણ શામેલ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (Photo Credit- kareenakapoorkhan/Instagram)


કરિનાએ આ તસવીર શેર કરતાં લખ્યું કે, જ્યારે સૌથી ખરાબ પણ ખરાબ થવા લાગે તો સ્ક્વોડ પહેલાં આવે છે. આ દરમિયાન કરિનાએ તેની બહેન કરિશ્માને પણ ખુબ મીસ કરી હતી. તો મલાઇકાએ આ ફોટો શેર કરતાં લખ્યું કે,- મારી સ્ક્વોડની સાથે થોડા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે. આ તસવીરમાં નતાશા પૂનાવાલા પણ નજર આવે છે. (Photo Credit- @malaikaaroraofficial/Instagram)


આપને જણાવી દઇએ કે, મલાઇકા અને અમૃતા અરોરા ઉપરાંત કરિશ્મા કપૂર પણ આ ગેંગનો જ એક ભાગ છે તો આ ચારેય ઉપરાંત આ ગેંગમાં અન્ય સભ્યો પણ છે જે બોલિવૂડ હિરોઇનો નથી. પણ ફિલ્મી પરિવારથી જરૂર તાલ્લુક રાખે છે. (Photo Credit- @malaikaaroraofficial/Instagram)


મલાઇકા અરોરાએ લોકડાઉન દરમિયાન તેની ગર્લ ગેંગને ખુબ મિસ કરી હતી. જેની તસવીર પણ તે શેર કરતી હતી જેમાં તેણે લખ્યું હતું કે, 'જ્યારે અમે લોકડાઉનની પહેલાં મળ્યા હતાં.' (Photo Credit- @malaikaaroraofficial/Instagram)