

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવુડ મેગાસ્ટાર કરિના કપૂર બીજીવાર માતા બનવા જઈ રહી છે ત્યારે તેણે જણાવ્યું છે કે પ્રેગનન્સીમાં જે તકલીફો મહિલાઓને સતાવવી હોય છે તેનું નિવારણ મળી રહે તે માટે કરિના પુસ્તક લખી રહી છે જેનું નામ છે પ્રૅગનન્સી બાઈબલ


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવુડ મેગાસ્ટાર કરિના કપૂર બીજીવાર માતા બનવા જઈ રહી છે ત્યારે તેણે જણાવ્યું છે કે પ્રેગનન્સીમાં જે તકલીફો મહિલાઓને સતાવવી હોય છે તેનું નિવારણ મળી રહે તે માટે કરિના પુસ્તક લખી રહી છે જેનું નામ છે 'પ્રૅગનન્સી બાઈબલ'


આ જાહેરાત પર અભિનેત્રી જણાવે છે કે, હું માનુ છું કે ગર્ભાવસ્થા એક કુદરતી પ્રક્રિયા છે જે દરમિયાન આપણે એક્ટિવ, હેલ્ધી અને હેપ્પી રહેવુ જોઈએ. આ પુસ્તકમાં હું જણાવીશ કે મારી ગર્ભાવસ્થામાં હું કેવી રીતે રહું છું અને તમે આ સમયગાળામાં કેવીરીતે ખુશ રહી શકો. આ વિષય મારા માટે ઘણો મહત્વનો છે અને મને આશા છે કે આ પુસ્તક બીજી મહિલાઓને મદદરૂપ બની રહેશે.”


જગરનોટ બૂક્સના પ્રકાશક ચીકી સરકારે પણ જણાવ્યું હતું કે, “કરિના કપૂર જેવી સેલિબ્રિટીઝ ઘણી ઓછી છે જે એક્ટિંગ અને રેમ્પ વોકની સાથે દેશની સગર્ભા મહિલાઓનો પણ વિચાર કરે અને તે 40 અઠવાડિયા મહિલાઓ માટે સામાન્ય બની રહે તે માટે પ્રયત્ન કરે. અમને એક એવા પુસ્તકની ખુબ જ જરૂર હતી જેમાં સગર્ભા મહિલાઓની હેલ્થ, ફિટનેસ અને ઈમોશનલ વેલ બિંગની વાત કરવામાં આવી હોય અને આ પળો તેમના જીવન માટે કેટલા મહત્વના છે તે જણાવવામાં આવ્યું હોય.”