

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાનનાં (Saif Ali khan) ઘરમાં ફરી એક વખત ખુશીઓ આવવાની છે. કરીના-સૈફ ફરી એક વખત મમ્મી પાપા બનવા જઇ રહ્યાં છે બીજા બાળકની જાહેરાત બાદ ફેન્સ જ્યાં ખુશ છે અને આવનારા બાળક માટે શુભેચ્છાઓ આપી રહ્યાં છે


બીજી તરફ આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા (Social Media) પર મજેદાર મિમ્સ પણ વાયરલ (Viral Memes)થઇ રહ્યાં છે. ટ્રોલર્સ ન ફક્ત તૈમૂર પણ સૈફ અને કરન જૌહર પર પણ મીમ્સ બનાવી રહ્યાં છે. જે ટ્વિટર પર વાયરલ થઇ રહ્યાં છે. કરણ જોહર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.


જેમ કરીના કપૂર ખાન બીજી વખત ગર્ભવતી હોવાનાં સમાચાર સામે આવ્યાં તો, સૌ કોઇ તેને વધામણીઓ આપી રહ્યાં છે. સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન, સોનમ કપૂર, રિયા કપૂર, રિદ્ધિમા કપૂર સહિત ઘણી બધી સેલિબ્રિટીઝ અને એક્ટ્રેસ અને ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કરિના કપૂરને વધામણી આપી છે.


આપને જણાવી દઇએ કે 2016માં કરિનાએ તેનાં પહેલાં દીકરા તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો. તૈમૂરનાં જન્મ બાદથી જ પેપરાઝીનો તે પસંદીદા સ્ટાર કિડ બની ગયો છે. સોશિયલ મીડિયા પર આજે પણ તૈમૂરની તસવીરો છવાયેલી રહે છે.