એન્ટરેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)તેનાં બીજા બાળકની આતુરતાથી રાહ જોઇ રહી છે હાલમાં તે નવ મહિનાની પ્રેગ્નેન્ટ છે અને તેનો પ્રેગ્નેન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. નવમો મહિનો ચાલુ થઇ જવાથી કરીના (Kareena Kapoor Khan Pregnant) વારંવાર ક્લિનિકનાં આંટા મારતી હોય છે. સોમવારે પણ તે ક્લિનિકની બહાર સ્પોટ થઇ હતી. આ સમયે તેની સાથે પતિ સૈફ અલી ખાન (Safi Ali Khan) પણ હાજર હતો. (PHOTO: KareenaKapoorkhan/Instagram)
કરીના કપૂર તેની બીજી પ્રેગ્નેન્સીનો સમય પણ ભરપૂર એન્જોય કર્યો છે. તે તેની પ્રેગ્નન્સીની તસવીરો અને વીડિયો અવાર નવાર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરતી રહે છે. કરીના હાલમાં જ કરન જોહરનાં જોડકા બાળકોની બર્થ ડે પાર્ટીમાં તેનાં દીકરા તૈમૂરની સાથે પહોંચી હતી. તેણે રુહી અને યશને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. (PHOTO: KareenaKapoorkhan/Instagram)