<br />બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં કરિના કમળનાં ફૂલોથી ભરેલાં તળાવમાં નજર આવે છે. આ તસવીરમાં તે એકલી નથી તેની સાથે શૂટિંગની આખી ક્રૂ ટીમ પણ છે. તળાવમાં કરિના ઘણો જ ફની પોઝ આપી રહી છે.
2/ 4
આ કોઇ ફિલ્મનું શૂટિંગ નથી કરિના હાલમાં લક્સ સાબુની એડનું શૂટિંગ કરી રહી છે આ એડનાં શૂટિંગમાં કરિના કમળનાં તળાવમાં ઉતરી છે. અને તે અહીં ખુબજ મસ્તી કરતી નજર આવે છે.
3/ 4
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કરિના કપૂર વર્ષ 2020માં 'લાલ સિંહ ચડ્ઢા'માં નજર આવશે. આ આમિર ખાનની ફિલ્મ છે. અદ્વેત ચંદનનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની કહાની અતુલ કુલકર્ણીએ લખી છે. આ ફિલ્મ 2020નાં ક્રિસમસ પર રિલીઝ થશે.
4/ 4
હાલમાં કરિના લંડનમાં છે તે તેની બહેન કરિશ્માનો જન્મ દિવસ મનાવવા ત્યાં પહોંચી છે તેની સાથે સૈફ અલી ખાન પણ છે.